મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

સતકાર્ય :મોરબીની સિવિલ હોસ્પિટલમાં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા સીરામીક એકમ દ્વારા બેલા મુકામે બ્લડ કેમ્પનું આયોજન


SHARE









સતકાર્ય :મોરબીની સિવિલ હોસ્પિટલમાં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા સીરામીક એકમ દ્વારા બેલા મુકામે બ્લડ કેમ્પનું આયોજન

મોરબીની સરકારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ આવતા હોય છે અને આ દર્દીઓ માટે જ્યારે પણ બ્લડની જરૂર પડે ત્યારે તે બ્લડની જરૂરિયાતને પહોંચી વળી શકાય તે માટે સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકના લાભાર્થે મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ સીરામીક એકમ દ્વારા બ્લડ કેમ્પનું આવતીકાલ તા.૧૨ ના રોજ આયોજન કરવામાં આવેલ છે અને સહયોગ આપવા આયોજકો દ્રારા સૌને અપીલ કરાય છે.

 

મોરબી કે જે ઉધોગની સાથે સાથે સેવા અને દાનમાં હંમેશા અગ્રેસર રહેતુ હોય છે અને આ મોરબી શહેરના ઉધોગપતિઓ કે જેને ખરા અર્થમાં શહેરના ભામાશાઓ કહી શકાય કે જેમણે ભારતમાં ભરમાં જ્યારે પણ‌ કોઈ જરૂરિયાત જણાઈ ત્યારે તન મન અને ધનથી વરસીને લોકોની તમામ જરૂરિયાતો પૂરી પાડી છે તદુપરાંત મોરબીના લોકોની રોજબરોજની નાનીમોટી સમસ્યાઓના સમાધાન માટે પણ હંમેશા કટિબદ્ધ રહે છે.ત્યારે મોરબીના જ એવા ઔધોગિક એકમોમાના‌ એક એવા એલાઇવ ગ્રેનાઇટો પ્રા.લી. પરીવાર દ્વારા શહેરની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવનાર તમામ લોકોની નિઃશુલ્ક બ્લડની જરૂરિયાત પુર્ણ કરતી સરકારી બ્લ્ડબેંકની બ્લડની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આવતીકાલ તા.૧૨ ના રોજ બપોરના ૩ વાગ્યાથી એલાઇવ ગ્રેનાઇટો ખોખરા હનુમાન રોડ, બેલા (રંગપર) મોરબી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આપણે ત્યાં માનવસેવા એ જ પ્રભુ સેવા કહેવાય છે અને એમાં પણ રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે.કારણકે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવતુ રક્તદાન અન્ય ૩ લોકોને જીવનદાન પ્રદાન કરે છે ત્યારે એલાઇવ ગ્રેનાઇટો દ્વારા ખોખરા હનુમાન રોડ, બેલા તા.મોરબીના આસપાસના વિસ્તારના તમામ લોકોને કેમ્પમાં હાજરી આપીને આ મહાદાન રૂપી રક્તદાન કેમ્પને સાર્થક કરવા માટે સાથ સહકાર આપવા અનુરોધ કરાયો છે.




Latest News