મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને પોતાના જ ઘરમાં કોઈ કારણોસર ન કરવાનું કરી નાખ્યું


SHARE









મોરબીમાં યુવાને પોતાના જ ઘરમાં કોઈ કારણોસર ન કરવાનું કરી નાખ્યું

મોરબીના વીસીપરા વિસ્તારમાં બિલાલી મસ્જિદની પાછળના ભાગમાં ફુલછાબ કોલોનીમાં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં બિલાલી મસ્જિદની પાછળના ભાગમાં આવેલ ફુલછાબ કોલોનીમાં રહેતા સલીમભાઈ સુમારભાઈ સુમરા (૪૦) નામના યુવાને કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.આર.સારદિયા ચલાવી રહ્યા છે.

હાર્ટ એટેકથી મોત

વાંકાનેર તાલુકાના જાલીડા ગામે દેવ પેકેજીંગ ખાતે હાલમાં રહેતા મૂળ બિહારના રહેવાસી વાસુદેવભાઈ શિવધરભાઈ રામ (૬૮) નામના વૃદ્ધ લેબર કોલોનીમાં પોતાના ક્વાર્ટરમાં હતા ત્યારે બીમારી સબબ બેભાન થઈ જતા તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને વૃદ્ધનું હાર્ટ અટેકથી મોત થયાનું જાહેર કર્યું હતું અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News