મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં ધારવારા હનુમાનજી મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે સંતવાણી યોજાશે


SHARE









મોરબીમાં ધારવારા હનુમાનજી મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે સંતવાણી યોજાશે

મોરબીમાં સામાકાંઠે આવેલ ઉમિયાનગરમાં શ્રી ધારવારા હનુમાનજી મહારાજ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ઉજવણી નિમિતે ધૂન ભજન અને સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે જ મહાપ્રસાદ પણ રાખવામા આવેલ છે

મોરબીમાં ઉમિયાનગરમાં શ્રી ધારવાર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં તા. ૧૫ ને સોમવારે રાત્રે ૯: ૩૦ કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે ઉપરાંત તા. ૧૬ ને મંગળવારે સવારે ૭: ૩૦ કલાકે મારૂતિ હવન અને સાંજે ૬: ૩૦ કલાકે સમસ્ત ઉમિયાનગરનો મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે સંતવાણીના કલાકારો તેમજ મંડપ સર્વિસનો આર્થિક સહયોગ સ્વ। નાથાભાઈ ડાભીના દીકરા વિનોદભાઇ નાથાભાઈ ડાભી તરફથી આપવામાં આવેલ છે તેમજ ૫૧,૦૦૦ નો આર્થિક સહયોગ આ ધાર્મિક કાર્ય માટે ડાભી પરિવાર તરફથી આપવામાં આવેલ છે

મેડિકલ કેમ્પ

મોરબીમાં ડો. હસ્તીબેન મહેતાનો ૧૪૧ મો એક દિવસીય ફ્રી નિદાન અને સારવાર કેમ્પ આગામી શનિવારે રાખવામા આવેલ છે અને સ્વ. ચંદુલાલ ધરમશીભાઈ શાહ હસ્તે ઉમેશભાઈ સી. શાહ (બેંગ્લોર) ના સહયોગથી તા. ૧૩ ને શનિવારે બપોરે ૪ થી ૬ સુધી રાખવામા આવેલ છે અને ડો. હસ્તીબેન મહેતાના આ કેમ્પમાં દર્દીઓને નિશુલ્ક નિદાન ઉપરાંત ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે સાથે જ ડાયાબીટીસ અને બીપી ચેક કરી આપવામાં આવશે તો જયસુખભાઈ પટેલ હાથ-પગ-કમરના સાંધાના દુખાવા અને વા ના દર્દીઓને પોઈન્ટ આપીને ફ્રી સારવાર આપશે




Latest News