હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

ટંકારના ઝારવાળા હનુમાન મંદિરે હનુમાન જયંતિ મહોત્સવ નિમિતે મારુતિ યજ્ઞ-મહાપ્રસાદનું આયોજન


SHARE









ટંકારના ઝારવાળા હનુમાન મંદિરે હનુમાન જયંતિ મહોત્સવ નિમિતે મારુતિ યજ્ઞ-મહાપ્રસાદનું આયોજન

ટંકારાથી થોડે દૂર મોરબી-રાજકોટ હાઈવે બારનાલા પાસે નદીનાકાંઠે રમણીય જગ્યા પર આવેલા "શ્રી ઝારવાળા હનુમાનજી"ના મંદિરે હનુમાનજ જયંતિ નિમિતે તા. ૨૩ ને મંગળવારે  સવારે મારુતિ યજ્ઞ તથા બપોરે ૧૧:૩૦ કલાકે મહાપ્રસાદનું  મહંત મહાકાલપુરી બાપુ તેમજ તેમના ભક્તોજનો દ્વારા આયોજન કરવામાં આવેલ છે. અને દાદાના ભક્તજનોને પ્રસાદ લેવા આવવા ભાવભર્યું આમંત્રણ છે.

શ્રી ઝારવાળા હનુમાનજીના દર્શન કરવા એક મોટો લહાવો છે. કહેવાય છે કે આ મંદિરની જગ્યાની આસપાસ આશરે 300 વર્ષ પહેલાં એક નાનું એવું ગામ હતું. અને ગામની રક્ષા કાજે એ સમયે હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી. અને સમય જતાં હાલ આ હનુમાનજી મહારાજ આજ સુધી જંગલમાં બાવળની જાળીઓ વચ્ચે ગામના સ્થળ પર હાજરા હજુર છે. બાવળની જાળીઓમાં મંદિર હોવાથી સમય જતા ઝાળીવાળા હનુમાનજી અને હાલ શ્રી ઝારવળા હનુમાનજી કહેવાય છે ઝારવાળા હનુમાનજી મહારાજની મૂર્તિ એક તેજવંત મૂર્તિ છે.દાદાના સાનિધ્યમાં આ મંદિરે જે ભક્તજન સાચી શ્રધ્ધાથી જે દુઃખ દર્દની અરજ કરવા આવે તેની સઘળી મુશ્કેલી શ્રી ઝારવાળા હનુમાનજી દૂર કરે છે.




Latest News