વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારા, વાંકાનેર અને મોરબીમાં જુગારની ત્રણ રેડ: આઠ શખ્સો જુગાર રમતા પકડાયા


SHARE







ટંકારા, વાંકાનેર અને મોરબીમાં જુગારની ત્રણ રેડ: આઠ શખ્સો જુગાર રમતા પકડાયા

ટંકારા તાલુકાના ખાખરા ગામની સીમમાં વાડીની બાજુમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૬૬,૫૦૦ ની કિંમતની રોકડ કબજે કરી હતી અને આરોપીઓની ધરપકડ કરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારા તાલુકાના ખાખરા ગામની સીમમાં પાટી વાળી વાડી તરીકે ઓળખાતી દક્ષભાઇ બીજલભાઇ રાઠોડની વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે જયેશભાઈ હીરાભાઈ પેઢડીયા જાતે પટેલ (૪૦) રહે. થોરીયાળી, દક્ષભાઈ બીજલભાઇ રાઠોડ જાતે કોળી (૨૫) રહે ખાખરા, લખમણભાઇ બાબુભાઈ ગોગરા જાતે બોરીચા (૩૪) રહે. આનંદનગર મોરબી, વિજયભાઈ સવશીભાઈ રાઠોડ જાતે કોળી (૪૦) રહે. ખાખરા, રણછોડભાઈ રવજીભાઈ પીપળીયા જાતે પટેલ (૬૪) રહે. લતીપર અને લક્ષ્મણભાઈ વાઘજીભાઈ માકાસણા જાતે પટેલ (૬૬) રહે. ઘુણડા રોડ ત્રીકુટ સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૬૬,૫૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળી કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ભવાની કાંટા પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મહેન્દ્રસિંગ રામપ્રસાદ બલાઈ જાતે માલવીય (૩૦) રહે. માટેલ રોડ બોન્જા સીરામીક તાલુકો વાંકાનેર મૂળ રહે. મધ્યપ્રદેશ વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને ૬૫૦ રૂપિયાની રોકડ કબજે કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલ કબીર ટેકરી વિસ્તારમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અવેસભાઈ ઉર્ફે અવલો અયુબભાઈ કાસમાણી જાતે મેમણ (૨૫) રહે. કબીર ટેકરી શેરી નં-૨ મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૨૦ ની રોકડ કબજે કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News