મોરબીમાં ૨૭ જુન માદક પદાર્થ વિરોધ દિવસે "જીવન ટકે જો ડ્રગ અટકે" વિડીયો પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન
મોરબી જિલ્લામાં ખાનગી સ્કૂલ અને કોલેજના સ્ટાફને પૂરતો પગાર આપવા સીએમને રજૂઆત
SHARE
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો. ના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તેને જણાવ્યુ છે કે, રાજ્યમાં ખાનગી સ્કુલ અને કોલેજના શિક્ષકો તેમજ પ્રોફેસરોને કોરોના દરમ્યાન નોકરી કરી છે તો તેઓને પુરતો પગાર આપવામાં આવે તે જરૂરી છે
કોરોનાના કારણે છેલ્લા સવા વર્ષ કરતાં વધુ સમયથી સ્કુલ કોલેજોમાં અભ્યાસ ઓનલાઈન ચાલુ છે જેથી કરીને ખાનગી સ્કુલ અને કોલેજ વાળાએ ૭૫% ફી પણ લીધી છે ત્યારે ખાનગી સ્કુલના સંચાલકો દ્વારા ઘણા શિક્ષકોઆ અને પ્રોફેસરોને છુટા કરવામાં આવેલ છે. તેમજ અમુક લોકોને પુરાતો પગાર આપવામાં આવેલ નથી જેથી કરીને તેઓની આર્થિક હાલત ખુબ જ કફોડી છે. ત્યારે કોરોના પહેલા જેટલા શિક્ષકોઆ અને પ્રોફેસરો જોબ કરતા હતા. તે તમામને ચાલુ કરવામાં આવે અને તેઓને પુરતો પગાર આપવામાં આવે તેવો સરકાર તરફથી આદેશો કરવામાં આવે તેવી રજુઆત કરી છે