મોરબી જીલ્લામાં આવેલ કમ્ફર્ટ હોટલમાં પડેલ જુગારની રેડનો મામલો: તપાસ માટે એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમના ધામા હું કોઈનું કશું ચલાવી લેવાનો નથી, મોરબીની આયુષ હોસ્પિટલમાં 21 મહિનામાં PMJAY ના 11,393 કલેમ કરાયા હોય કલેકટરે કર્યો તપાસનો આદેશ હળવદ તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય- કલેક્ટર હાજર રહ્યા વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો ટંકારામાં ધારાસભ્યની હાજરીમાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત હરીફાઈ-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી તાલુકાને અતિવૃષ્ટિ નુકશાની વળતર પેટે 76 કરોડ ખેડુતોના ખાતામાં ચૂકવાયા મોરબીના જોધપર ગામે ડો.હસ્તીબેન મહેતાનો ૧૪૮ મો એકદિવસીય કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

ચાર વેદોનું ગુજરાતી ભાષાંતર કરનારા મોરબી જિલ્લાના ટંકારાના રહેવાસી પદ્મશ્રી આચાર્ય દયાળજી મુનિ પંચમહાભૂતમાં વિલીન


SHARE











ચાર વેદોનું ગુજરાતી ભાષાંતર કરનારા મોરબી જિલ્લાના ટંકારાના રહેવાસી પદ્મશ્રી આચાર્ય દયાળજી મુનિ પંચમહાભૂતમાં વિલીન 

ભારતમાં જુદા જુદા ક્ષેત્રની અંદર સારી કામગીરી કરનારા લોકોને પદ્મશ્રી આપીને ભારત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવતા હોય છે તેવી જ રીતે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં રહેતા આચાર્ય દયાળજી મુનિને ભારત સરકાર દ્વારા થોડા સમય પહેલા જ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો  તે આચાર્ય દયાળજી મુનિનું ટંકારા ખાતે તેમના નિવાસ સ્થાને તા 14/11/24 ના રોજ ગુરવારે બપોરે 89 વર્ષની ઉમરે નિધન થયું હતું ત્યાર બાદ તેમની અંતિમ યાત્રા નીકળી હતી જ ટંકારાના ધારાસભ્ય સહિતના લોકો મોટી સંખ્યામાં જોડ્યા હતા અને આજે પદ્મશ્રી આચાર્ય દયાળજી મુનિ પંચમહાભૂતમાં વિલીન થયેલ છે.

ટંકારાના આર્થિક સાધારણ માવજીભાઈ દરજીને ત્યાં તા. 28/12/1934 ના રોજ જન્મેલા દયાળજી એ પ્રાથમિક શિક્ષણ સ્થાનિકે લીધા બાદ સમય જતા ચિકિત્સકઆયુર્વેદાચાર્યપ્રોફેસરશિક્ષકશોધકર્તા,લેખકસંપાદકઅનુવાદક,સમાજ સુધારક સહિતની અનેક ફરજો બજાવ્યા બાદ છેલ્લે જામનગર આયુર્વેદિક કોલેજમાંથી પ્રોફેસર તરીકે વય નિવૃત થયેલા દયાળજીભાઈ પરમાર ફરી ટંકારામા સ્થાયી થયા હતા. તેમણે આર્યસમાજ સંસ્થામા મંત્રી પદે જોડાઈને સંસ્કાર સાથે જીવન ઘડતર કરવાનુ કામ કરવા સાથે આર્ય સમાજના આયુર્વેદિક ચિકિત્સાલયમા વર્ષો સુધી ડોક્ટર તરીકે નિઃશુલ્ક સેવા આપી હતી. 89 વર્ષની જૈફ વયના દયાળમુનીએ અત્યાર સુધીમા આતુર પરીક્ષા,વિધોદય,કાય ચિકિત્સા ભાગ 1થી 4શલ્ય વિજ્ઞાન ભાગ 1-2, શાલક્ય વિજ્ઞાનના ભાગ 1-2સ્વસ્થ વૃત ભાગ 1-2, રોગ વિજ્ઞાન સહિતના આયુર્વેદ વિશ્ર્વ વિધાલય દ્વારા માન્યતા પ્રાપ્ત આઠ જેટલા પુસ્તકો લખ્યા હતા. અને ચારેય વેદોના 20397 મંત્રો સહિત 7084 પાનાના પુસ્તકોનો સંસ્કૃતમાથી સરળ ગુજરાતી ભાષામા અનુવાદ તૈયાર કરવાનુ ભગીરથ કાર્ય કર્યું હતુ.

 તેઓની સમાજ સતત કામગીરીના લીધે અનેક પુરસ્કાર અને સન્માન મળેલ છે જેમા વર્ષ 2008  ગુજરાત સરકાર તરફથી રાજ્યપાલ નવલકિશોર શર્માના હસ્તે આયુર્વેદ ચુડામણી પુરસ્કારવર્ષ 2009 રાજકોટ ખાતે યોજાયેલ આયુર્વેદના રાષ્ટ્રીય સંમેલનમા લાઉફટાઈમ અચિવમેંટ પુરસ્કાર,વર્ષ 2010 મુંબઈ આર્ય સમાજ દ્વારા આર્ય કર્મયોગી પુરસ્કારથી સન્માનિત કરાયા હતાવર્ષ 2011 ઈન્ટરનેશનલ આયુર્વેદિક સંગઠન દ્વારા સન્માનિત કરાયા અને વર્ષ 2013 વાનપ્રસ્થ સાધક આશ્રમ રોજડ દ્વારા સન્માનિત કરાયા અને અનેકવિધ સંસ્થાઓ દ્વારા છેલ્લા વર્ષોમાં તેઓનું સન્માન કરવામાં આવ્યું હતુ આટલું જ નહીં પરંતુ છેલ્લે ભારત સરકારનું સર્વોચ્ચ સન્માન એટલે કે પદ્મશ્રી એવોર્ડ તેઓને મળેલ હતો.

અત્રે ઉલ્લેખનીય છે કેજીવનની સંધ્યાએ પહોંચેલા 89 વર્ષીય ડો.દયાળમુનિએ અગાઉ વર્ષ સુધી દરરોજ 10 કલાક કામ કરી ચાર વેદના 20500 થી વધુ શ્લોકના 7.68 લાખથી વધુ સંસ્કૃત શબ્દોનો સામાન્ય નાગરિક પણ સમજી શકે તેવી સરળ ભાષામાં ગુજરાતી અનુવાદ કર્યો હતો.  મૂળ ટંકારાના સામાન્ય દરજી પરિવારમાં જન્મેલા દયાળજી માવજી પરમાર નામના છાત્રને ટંકારામાં દયાનંદ સરસ્વતીના આર્ય વિચારો પ્રત્યે લગાવ હોવાથી આર્યસમાજમાં જોડાયા હતા સંસ્કૃત શીખવા માટે તેલના દીવાના અજવાળે મધરાત સુધી જાગી તેઓ આર્યભાષામાં પારંગત બન્યા હતા. 15 વર્ષની ઉંમરથી તેઓને વાંચનની ભૂખ એવી જાગી કે તેઓ ભોજન કરવાનું પણ ભૂલી જતા હતા. આજે 89 વર્ષની જૈફવયે પહોંચેલા દયાળજીભાઇએ પોતાના ઘરમાં વસાવેલી લાઇબ્રેરીમાં અલભ્ય પુસ્તોકોનો ભંડાર ભર્યો છે. 54 પુસ્તકો લખનાર ડો.દયાળમુનિએ માત્ર 20 વર્ષની ઉંમરે મહાભારતથી લઇ મહર્ષિ દયાનંદ સરસ્વતી સુધીના સમયમાં થયેલા ધાર્મિક આંદોલન વિશેનું પુસ્તક મહાભારતથી લઇને મહર્ષિ દયાનંદ તૈયાર કરી સ્વખર્ચે પ્રકાશિત પણ કર્યું હતું.

સામાન્ય રીતે જીવનમાં કોઈપણ વ્યક્તિએ કરેલા સારા કામોની નોંધ લઈને સમયાંતરે તેઓ ને સન્માનિત કરવામાં આવતા જ હોય છે અને ભગવત ગીતામાં પણ કહ્યું છે કે કરેલું ક્યારેય અફળ જતું નથી આ વાતને સાર્થક કરતા આચાર્ય દયાળજી મુનીને પોતાના જીવનમાં  અનેક સન્માનો મળેલા હતા જોકે ભારત સરકાર દ્વારા પણ તેમણે સાહિત્ય અને આયુર્વેદ ક્ષેત્રે કરેલી કામગીરીની નોંધ લઈને ગત જાન્યુઆરી માહિનામાં પદ્મશ્રી એવોર્ડ આપવાનો જાહેરાત કરી હતી અને તા 9/5/24 ના રોજ જ્યારે પદ્મશ્રી એવોર્ડ આપવા માટેનો સેરેમની કાર્યક્રમ યોજાયો હતો ત્યારે તેઓની નાદુરસ્ત તબિયતના લીધે તે ગયા ન હતા જેથી કરીને મોરબી  કલેક્ટર કે.બી. ઝવેરી સહિતના અધિકારીઓ તેમના ઘરે ગયા હતા અને ગત તા 31/5/24 ના રોજ આચાર્ય દયાળજી મુનિને પદ્મશ્રી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો જોકે આજે બપોરે તેઓનું તેમના જ ઘરે નિધન થયેલ છે

વધુમાં તેઓના પરિવારજનો પાસેથી મળેલ માહિતી મુજબ 89 તેઓને કોઈ પણ બીમારી ન હતી અને જો કે, તેઓને નાદુરસ્ત તબિયતના લીધે બુધવારે બપોરે રાજકોટમાં આવેલ સાર્થક હોસ્પિટલમાં સવાર માટે લઈ ગયા હતા અને ત્યાં તેઓએ તેના જ ઘરમાં દેહ છોડવા માટે કહ્યું હતું જેથી આજે સવારે તેઓને તેના ઘરે પરિવારજનો સહિતના લઈને આવ્યા હતા અને બપોર આચાર્ય દયાળજી મુનિનું નિધન થયું હતું ત્યાર બાદ બપોરે ચાર વાગ્યે તેઓના ઘરેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે પોલીસ વિભાગ દ્વારા તેઓને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. અને તેઓની અંતિમ યાત્રામાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો સહિત ઘણા લોકો જોડાયા હતા. અને આજે પદ્મશ્રી આચાર્ય દયાળજી મુનિ પંચમહાભૂતમાં વિલીન થયેલ છે. જેથી સાહિત્ય ક્ષેત્રે કદી ન પૂરી કરી શકાય તેવી ખોટ પડી છે.   






Latest News