મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબીના ચરાડવા ગામ પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત, સાપ કરડી ગયા બાદ સારવારમાં રહેલ બાળકનું મોત


SHARE







મોરબીના ચરાડવા ગામ પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત, સાપ કરડી ગયા બાદ સારવારમાં રહેલ બાળકનું મોત

 

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં બે જુદાજુદા બનાવોમાં બે લોકોના મોત થયા છે.જેમાં એક યુવાનનું તથા એક બાળકનું મોત થયાના બનવો બનેલા હોય હાલ પોલીસે બનાવોની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.મળતી માહિતી પ્રમાણે હળવદના ચરાડવા ગામે રહેતા યુવાનનું વાહન અકસ્માતમાં માથાના ભાગે થયેલ ઇજામાં મોત નિપજયુ હતું. જ્યારે હળવદના ખોડ ગામની સીમમાં રહીને મજૂરી કામ કરતા આદિવાસી પરિવારના આઠ વર્ષના બાળકને સાપ કરડી ગયા બાદ સારવાર માટે ખસેડાયો હતો.જયાં સારવાર દરમિયાન તે બાળકનું પણ મોત નીપજ્યું હતું.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા દિનેશભાઈ સેલાભાઈ મુંધવા (ઉમર 30) નામના યુવાનને ગત તા.25 ના રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં ચરાડવા અને સમલી ગામની વચ્ચે થયેલ વાહન અકસ્માતના બનાવમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.જે બનાવને પગલે તેનું મોત નીપજ્યું હતું અને ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું.જેથી બનાવ અંગે પ્રાથમિક તપાસ કરીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્રારા આ બનાવ અંગે આગળની તપાસ માટે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

જ્યારે બીજો બનાવ હળવદના ખોડ ગામની સીમમાં બન્યો હતો.જેમા ગત તારીખ 25-7 ના વહેલી સવારના ત્રણેક વાગ્યાના અરસામાં ખોડ ગામની સીમ વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારના સુખરામ ગંભીરભાઈ આદિવાસી નામના આઠ વર્ષના બાળકને સાપ કરડી ગયો હતો.જેથી હળવદના પીએચસી ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ તેને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને અહીં તા.25 ના સવારે આઠેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન સુખરામ નામના આઠ વર્ષીય આદિવાસી બાળકનું મોત નિપજયુ હતું.જેથી સિવિલ હોસ્પિટલ ખાતેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ કરવામાં આવી હતી અને સ્ટાફના એમ.એચ.વાસાણીએ પ્રાથમિક તપાસ કરીને આ બનાવ અંગે આગળની તપાસ માટે હળવદ પોલીસમાં બનાવની જાણ કરી હતી.

દવા પી જતા સારવારમાં

કચ્છના આધોઈ નજીક રહેતા ખીમજીભાઈ ગોવિંદભાઈ કોળી નામના 37 વર્ષના યુવાને ગત તા.22-7 ના રોજ ઝેરી દવા પી લીધી હતી.જેથી તેને સામખીયાળીમાં આવેલ માતૃ સ્પર્શ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો અને ત્યાં સારવાર લીધા બાદ તેને વધુ સારવાર માટે સભાન અવસ્થામાં અહીંની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ અંગે પોલીસમાં જાણ કરાતા હાલ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એમ.એચ.વાસાણીએ પ્રાથમિક તપાસ કરી હતી.






Latest News