મોરબીની લીલપર ચોકડી પાસેથી પસાર થતી ઇનોવા ગાડીમાં લાગી આગ ટંકારા બીઆરસી ભવન દ્વારા દિવ્યાંગ બાળકો માટે સોશ્યલ ઇન્ક્લુઝન કાર્યક્રમ યોજાયો મોરબી કોર્ટ ચેક રીટર્ન કેસમાં સાદી કેદની સજા તથા ડબલ રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ  મોરબીમાં આવેલા ગાર્ડનોને ડેવલપ કરવા માટેનું કામ જોરશોરથી શરૂ મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ મંજૂર માટે સામાન્ય સભામાં જે ઠરાવ કરાયો તેની આપે કોપી માંગી મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર–સકારાત્મકતા” કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લાના પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત કરાયું: ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના તબીબોને સ્વતંત્ર વ્યવસાય માટે આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણપતિ મહોત્સવનો પ્રારંભ: ઢોલ,નગારા અને ત્રાસા સાથે દુંદાળા દેવનું આગમન


SHARE











મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણપતિ મહોત્સવનો પ્રારંભ: ઢોલ,નગારા અને ત્રાસા સાથે દુંદાળા દેવનું આગમન

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણપતિ મહોત્સવ નો શુભારંભ થયો. કોલેજના ટ્રસ્ટીશ્રી દેવકરણભાઈ આદ્રોજાની પ્રેરણાથી  આચાર્યશ્રી ડો.રવીન્દ્ર ભટ્ટ, કોલેજના તમામ પ્રાધ્યાપકો અને કોલેજના વિધાર્થીઓની ઉપસ્થિતિમાં ઢોલ,નગારા અને ત્રાસા સાથે ગણપતિ મહારાજનું ભવ્ય અને ભાવભર્યું આગમન થયું તેમજ કોલેજની વિધાર્થીની બહેનો દ્વારા ગણપતિ મહારાજ નું સામૈયું કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર દ્વારા કોલેજના રંગભવન માં  ગણપતિ મહારાજની સ્થાપના વિધિ પરિપૂર્ણ કરવામાં આવી, ત્યારબાદ કોલેજના ૫૧ વિધાર્થીઓ તેમજ કોલેજ સ્ટાફે પરંપરાગત પોશાક એટલે કે ધોતી-કુર્તા માં ગણપતિ મહારાજની ભવ્ય અને દિવ્ય મહાઆરતી ઉતારી હતી. આ સમગ્ર કાર્યક્રમ માં કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ, કોલેજ ના સ્ટાફગણ તથા ખુબ જ મોટી સંખ્યામાં કોલેજના વિધાર્થી ભાઈ-બહેનો જોડાયા હતા.






Latest News