મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણપતિ મહોત્સવનો પ્રારંભ: ઢોલ,નગારા અને ત્રાસા સાથે દુંદાળા દેવનું આગમન
મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
SHARE
મોરબીનાં એસપી રોડ ઉપર આવેલ સિલ્વર હાઇટ્સ ખાતે શુક્રવારે ધારાસભ્યની હાજરીમાં મિટિંગ યોજાઇ હતી જેમાં ત્યના પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારે ધારાસભ્ય દ્વારા લોકોને પડતર પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી.
મોરબીના એસપી રોડે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાની હાજરીમાં મિટિંગ રાખવામા આવી હતી જેમાં એસપી રોડના પડતર પ્રશ્નો જેવા કે, બિસ્માર રોડ, ભારે મોટા વાહનની અવર જવર, ભૂગર્ભ ગટરના ઢાકણા, બંધ પડેલી સ્ટ્રીટલાઈટો, અવારનવાર પાવર કટ, રોડ ઉપરના દબાણો, રોડ ઉપર નડતા જીઈબીના થાંભલા, સફાઈ, બમ્પ, રોડના ખોદકામ, ચોમાસામાં ભરતા વરસાદી પાણી વિગેરેનો સમાવેશ થાય છે આ રવાપર ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરી છે પાનમ કોઈ કામ કરતૂ નથી ત્યારે રવાપર ગ્રામ પંચાયતના સરપંચની હાજરીમાં આ પ્રશ્નોને લઈને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ પ્રશ્નોનું સમાધાન કરવી દેવાની ખાતરી આપી હતી.