મોરબીની લીલપર ચોકડી પાસેથી પસાર થતી ઇનોવા ગાડીમાં લાગી આગ ટંકારા બીઆરસી ભવન દ્વારા દિવ્યાંગ બાળકો માટે સોશ્યલ ઇન્ક્લુઝન કાર્યક્રમ યોજાયો મોરબી કોર્ટ ચેક રીટર્ન કેસમાં સાદી કેદની સજા તથા ડબલ રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ  મોરબીમાં આવેલા ગાર્ડનોને ડેવલપ કરવા માટેનું કામ જોરશોરથી શરૂ મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ મંજૂર માટે સામાન્ય સભામાં જે ઠરાવ કરાયો તેની આપે કોપી માંગી મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર–સકારાત્મકતા” કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લાના પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત કરાયું: ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના તબીબોને સ્વતંત્ર વ્યવસાય માટે આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીમાં ખાડા નિર્દોષનો જીવ લેશે !: પ્રસંગમાં જમવા માટે જતી ત્રણ મહિલાને નડ્યો અકસ્માત, તંત્રના પાપે લોકોને રોડના ખાડાની સજા


SHARE











મોરબીમાં ખાડા નિર્દોષનો જીવ લેશે !: પ્રસંગમાં જમવા માટે જતી ત્રણ મહિલાને નડ્યો અકસ્માત, તંત્રના પાપે લોકોને રોડના ખાડાની સજા

મોરબીના મોટાભાગના રોડ રસ્તા ઉપર ખાડે ખાડા જોવા મળી રહ્યા છે ત્યારે જો વાત કરીએ તો મોરબીના લાતી પ્લોટ મેઈન રોડ ઉપર શેરી નંબર-8 ના ખૂણા પાસે ગટરનો ખાડો છે અને તે ખાડામાં વરસાદી પાણી ભરાયેલું હતું જેથી અકસ્માતની એક ઘટના બની હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હોય તેનો વિડીયો વાયરલ થયો છે તેમ છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા ત્યાં સ્થળ ઉપર યોગ્ય સમારકામ કરીને ખાડા પૂરવાની કામગીરી કરવાના બદલે આજે તંત્ર આખું રજાની મજા માણી રહ્યું છે અને લોકો તંત્રના પાપે રોડ ઉપર પડેલા ખાડાની સજા ભોગવી રહ્યા છે.

મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર રસ્તામાં પડેલા ખાડાના કારણે અકસ્માતની ઘટના બની હતી જેનો સીસીટીવી કેમેરાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે તેમ છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા ત્યાં યોગ્ય સમારકામ કરવાના બદલે માત્ર શોભાના ગાંઠિયાની જેમ ગટર ઉપર ઢાંકણું મૂકી દીધું છે અને હજુ પણ જાણે કે ત્યાં કોઈ જીવને અકસ્માત સર્જાય તેની રાહ પાલિકા તંત્ર દ્વારા જોવાઈ રહી હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળે છે.

અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા દિવસોમાં પડેલા વરસાદના કારણે મોરબી સહિત ગુજરાતના મોટાભાગના શહેરોની અંદર રોડ રસ્તામાં ખાડા જોવા મળી રહ્યા છે અને જો ખાસ કરીને મોરબીની વાત કરીએ તો મોરબી નગરપાલિકા વિસ્તારની અંદર જે રોડ રસ્તા પાલિકાએ છેલ્લા વર્ષોમાં બનાવ્યા છે તેમાંથી મોટાભાગના રોડ રસ્તાની હાલત આમ પણ ચોમાસા સિવાયના દિવસોમાં દયનીય હોય છે પરંતુ અત્યારે ચોમાસાના વરસાદી પાણી ખાડામાં ભરાવાના કારણે ખાડા મોટી સાઈઝના થઈ ગયા છે ! અને રોડ રસ્તાની હાલત અતિદયનીય થઈ ગઈ છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.

મોરબીમાં રેલવે સ્ટેશન રોડ, મંગલ ભુવન રોડ, તખતસિંહજી રોડ, સનાળા રોડ, જુના બસ સ્ટેશન પાસે, મચ્છી પીઠ રોડ, ચિત્રકૂટ સિનેમા વાળો રોડ વિગેરે અનેક રોડ રસ્તા તથા છેવાડાની સોસાયટી વિસ્તારના રોડ રસ્તા ની વાત કરીએ તો આજની તારીખે ત્યાં રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે લોકો સમજી શકતા નથી અને પોતાના વાહન લઈને જ્યારે આ રસ્તા ઉપરથી જતા હોય ત્યારે પોતે પોતાના જીવના જોખમે આ રસ્તા ઉપરથી પસાર થતા હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળતો હોય છે

મોરબીમાં જ્યારે જ્યારે લોકો તરફથી ખાડા બાબતે રજૂઆતો કરવામાં આવે ત્યારે ધૂળના ઢગલા કરીને નગરપાલિકા તંત્ર જાણે કે પોતે કામગીરી કરી હોય તેવી રીતે દેખાડો કરે છે જોકે મોરબીના નગરજનો વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ મોરબી નગરપાલિકાની તિજોરીમાં જમા કરાવે છે તેમ છતાં પણ આજની તારીખે મોરબીના મુખ્ય માર્ગોમાંથી એક પણ માર્ગે એવો નથી કે જેને સારો રસ્તો કહી શકાય. મોટાભાગના રોડની અંદર ખાડા પડી ગયા છે જેના કારણે લોકોને શારીરિક, આર્થિક અને વાહનોમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય છે જેની સામે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આંખ આડા ડા કામ કરતા હોય લોકોમાં તંત્ર પ્રત્યે ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે.

પ્રસંગમાં જમવા માટે જતાં હતા ત્યારે ઘટના બની હતી: વનિતાબેન ચાવડા

મોરબીના લાતી લોટ મેઇન રોડ ઉપરથી પસાર થતાં સ્કૂટરનો અકસ્માત થયો હતો જેનો વિડીયો વાયરલ થયેલ છે ત્યારે આ સ્કૂટર ઉપર જે ત્રણ મહિલા જતાં હતા તેમાં મોરબીના પંચાસર રોડે આવેલ નીરવ પાર્ક વિસ્તારમાં રહેતા વનિતાબેન ચાવડા પણ હતા જેની સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે તા 5/9 ના રોજ પ્રસંગમાં જમવા માટે બપોરે સાડા બારેક વાગ્યાના અરસામાં તેઓ તેના પરિવારના સભ્યો સાથે સ્કૂટર ઉપર જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં વરસાદનું પાણી ભરાયેલ હતી જેથી કરીને ગટરના ઢાંકણા ઉપરનો ખાડો દેખાયો ન હતો જેથી કરીને અકસ્માત થયો હતો અને આવી જ સ્થિતિ મોરબીના મોટાભાગના રોડ રસ્તાની આજની તારીખે જોવા મળી રહી છે. ત્યારે કોઈ જીવલેણ અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે.






Latest News