મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મોરબીના ટંકારામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી


SHARE





























વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મોરબીના ટંકારામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

ટંકારા તાલુકામાં રહેલ સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા શહેરનાં મુખ્ય માર્ગો પરથી આદિવાસી પ્રેરણા સ્ત્રોત બિરસા મૂંડા તેમજ બંધારણનાં ઘડવૈયા ડૉ.ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરીને ડીજેનાં તાલ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.આદિવાસી યુવાઓ-વડિલો પોતાનાં સામાજિક પરંપરાગત પહેરવેશ તેમજ જય જોહાર.. જય ભીમનાં ટીશર્ટ સાથે ઉપસ્થિત રહ્યા હતાં.

ટંકારા શહેરનાં દરેક મુખ્ય ચોકમાં આદિવાસી નૃત્ય તેમજ તીરબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.રેલીનાં સમાપનમાં ડૉ.આંબેડકર ભવન ખાતે સભા તેમજ સમૂહ ભોજનનું આયોજન કર્યું હતું.તારીખ 21 ઓગસ્ટનાં ભારત બંધ એલાનને ટંકારા તાલુકાનાં આદિવાસી-દલિત સમાજ દ્વારા સમર્થન તેમજ આહવાન કરવામાં આવ્યું છે.વિશ્વ આદિવાસી દિવસનાં મહારેલીનાં આયોજનમાં એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, કાનજીભાઈ ગોહેલ, નરસિંગભાઈ સંગોળ તેમજ માનસિંગભાઈ ગણાવાએ મુખ્ય જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે બહુજન મિશનરી નાગજીભાઈ ચૌહાણ, મહેશભાઈ લાધવા, રમેશભાઈ રાઠોડ, હસમુખભાઈ સોલંકી, અશોકભાઈ ચાવડા વગેરે આગેવાનો સહિત આશરે બે હજારથી વધું આદિવાસી યુવાઓ વડિલો અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં
















Latest News