મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળીમાં ત્રણ દાયકા પછી સત્તા પરીવર્તન: યુવાનો ઉપર મતદારોનો કળશ ઢોળાયો


SHARE





























હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળીમાં ત્રણ દાયકા પછી સત્તા પરીવર્તન: યુવાનો ઉપર મતદારોનો કળશ ઢોળાયો

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે 15 ઓગસ્ટે જુથ સેવા સહકારી મંડળીની ચુંટણી યોજવા અગાઉ થયેલ જાહેરનામા મુજબ નાન અનામત સહિતના 20 સદસ્યો માટે બે પેનલ મેદાનમાં ઉતરી હતી જે પૈકી વર્તમાન સતામા રહેલી ત્રણ દાયકા સુધી સહકારી મંડળીના સભ્યો પૈકીની સહયોગ પેનલ ટ્રેકટર નિશાન સાથે તો સામે બંડ પોકારી સતાની નારાજગી દર્શાવી પરીવર્તન માટે યુવા પેનલ કળશ નિશાન સાથે મેદાનમાં આવી હતી અને સહકારી મંડળીની ચુંટણી ભારે રસાકસી ભરી બની હતી

આ ચૂંટણીમાં રીતસર મતદારો માટે પ્રચાર અને મનામણા ચાલ્યા હતા ખેંચતાણના અંતે સહકાર પેનલના 20 સભ્યો જ્યારે યુવા પેનલમાથી 19 સભ્યો માટે હરબટીયાળી, મિતાણા (પ્રભુનગર), ધોલિયા, હરીપર (ભુતકોટડા) ગામના 1,600 જેટલા સભાસદો પૈકી 1,470 જેટલા ખાતેદારોએ ધિગુ મતદાન કર્યું હતું. અને ઊંચું મતદાન બાદ આજે 16 ઓગસ્ટને શુક્રવારના સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હરબટીયાળી ખાતે ચુંટણી અધિકારી સહિતના કર્મચારીઓ વચ્ચે મતગણના પુર્ણ થયેલ હતી અને જુની પેનલને પછડાટ આપી નવી યુવા પેનલ અગ્રેસર રહી છે અને તમામ 19 સભ્યોએ ઐતિહાસિક જીત મેળવી છે. અને હરબટીયાળી  મંડળી ચુંટણીમા યુવાનોએ આગળ આવી વડીલોને માત આપી હોય તેવો ધાટ સર્જાયો છે.
















Latest News