વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીનું સેન્ટ મેરી ફાટક વારંવાર બંધ રહેતું હોય કલેકટર સહિતનાઓને એડવોકેટ હાર્દિક ગૌસ્વામી દ્વારા રાવ


SHARE







મોરબીનું સેન્ટ મેરી ફાટક વારંવાર બંધ રહેતું હોય કલેકટર સહિતનાઓને એડવોકેટ હાર્દિક ગૌસ્વામી દ્વારા રાવ

મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી ફાટક વિના કારણે વારંવાર બંધ થતાં નિમ્ભર રેલવે તંત્ર સામે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા તથા રેલ્વે મંત્રીશ્રી-ભારત સરકાર સમક્ષ ફરિયાદ કરવામાં આવેલ છે.

મોરબીના નિમ્ભર રેલવે તંત્રના સક્ષમ અધિકારીઓની મનસુફીથી સામાન્ય નાગરિકને પડતી તકલીફ ધ્યાને લીધા વગર 20-20 મિનિટ સુધી ઘણી વખત વિના કારણે નવલખી ફાટક બંધ કરવામાં આવતી હોય છે અને જ્યારે ફાટક બંધ થાય ત્યારે કોઈ જ પેસેન્જર ટ્રેન કે અન્ય કોઈ ઇમર્જન્સી ટ્રેન પસાર થતી ન હોય પરંતુ માત્ર  ગુડઝટ્રેન (માલગાડી) પસાર થતી હોય છે અને ટ્રેન પસાર થયા બાદ જ્યારે ફાટક ખુલે તે સમય દરમિયાન રેલવે તંત્ર તરફથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને ઝડપથી ટ્રાફિક કલીયર થાય તેવી કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી ન હોય તેથી ફાટક ખુલે ત્યારે મોટા લોડિંગ વાહનોના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોવાના કારણે સ્કૂલના બાળકોને સ્કૂલ પહોંચવામાં ઘણું મોડું થવાથી બાળકોના માનસ ઉપર ગંભીર અસર રહેતી હોય તેમજફાટક બંધ થતી હોવાથી મોટા ટ્રક મોટા ડમ્પર તથા એસટી બસ તેમજ પ્રાઇવેટ ટ્રાવેલ્સ પસાર થતી હોવાના કારણે ટ્રાફિક થતો હોય છે.તેથી નાના બાળકો તથા અન્ય સામાન્ય નાગરિકો તથા સ્થાનિક રહીશોને પણ અવર-જવર કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેમજ અકસ્માત થવાની પણ પૂરેપૂરી શક્યતાઓ હોય છે અને તેના કારણે જાનહાનિ થવાની સતત ભીતી રહેતી હોય છે.જે અંગે રેલવે તંત્રને મોરબીના યુવા એડવોકેટ હાર્દિક ગોસ્વામીએ ધોરણસર લીગલ નોટિસ આપેલ હોવા છતાં રેલવે તંત્રએ લીગલ નોટિસની ગંભીરતાને સમજ્યા વગર કે લીગલ નોટિસને ગંભીરતાથી ધ્યાને લીધા વગર વારંવાર ફાટક બંધ કરવાનું ચાલુ રાખેલ જેથી આખરે નિંભર રેલવે તંત્ર સામે મોરબીના યુવા એડવોકેટ હાર્દિક ગોસ્વામીએ જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા તથા રેલ્વે મંત્રીશ્રી ભારત સરકારને લેખિત ફરિયાદ કરેલ છે




Latest News