ટંકારાના લજાઈ નજીક કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
મોરબીના ધુળકોટ નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર બાઇક ચાલકની ધરપકડ
SHARE
મોરબીના ધુળકોટ નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર બાઇક ચાલકની ધરપકડ
મોરબીના ધુળકોટ ગામથી આમરણ ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સ્વામી નારાયણ ફાર્મ સામે બાઈક સાથે બાઈક અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાનને માથા, કપાળ અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના ધુળકોટ ગામે રહેતા વિમલભાઈ પ્રવીણભાઈ ચૌહાણ (27)એ હાલમાં બાઈક નંબર જીજે 20 બીએ 4547 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, ધુળકોટ ગામની સીમમાંથી આમરણ તરફ જવાના રસ્તા વચ્ચે આવતા સ્વામિનારાયણ ફાર્મ પાસેથી તેનો નાનો ભાઈ જયકિશનભાઇ પ્રવીણભાઈ ચૌહાણ (24) તેનું બાઈક નંબર જીજે 3 સીક્યુ 5360 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીએ સામેથી તેનું બાઈક લઈ આવીને ફરિયાદીના ભાઈના બાઈક સાથે અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીના ભાઈને માથા, કપાળ અને શરીરના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું જે ગુનામાં આરોપી પોપટભાઈ સોમાભાઇ મોહનિયા (27) રહે. ઘુનડા ગામની સીમમાં ટંકારા વાળાની પીએસઆઈ ડી.ડી. જોગેલા અને રાઇટર ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મહિલા દવા પી જતાં સારવારમાં
હળવદ તાલુકાના ચરડવા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા ધુમલીબેન રાઠવા (29) નામની મહિલાએ વાડી હતી ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ ચરડવા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
મોરબીની સબ જેલમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલ ઈમ્તિયાઝ દિલાવરભાઈ શાહમદાર (34)ને ઇજા તથા ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી
યુવાન સારવારમાં
વાંકાનેરના રાતાવિરડા નજીક આવેલ વિકો સિરામિક ખાતે રહેતા અને કામ કરતાં પ્રેમચંદ રતિરામ (28) નામના યુવાનની તબિયત ખરાબ થતાં તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.