મોરબીના બહાદુરગઢ ગામ પાસે બાઈક સવારને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત
મોરબીમાં શિવાની સિઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ સુધીના રોડ ઉપર વાહન વ્યવહાર કરાયો બંધ
SHARE
મોરબીમાં શિવાની સિઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ સુધીના રોડ ઉપર વાહન વ્યવહાર કરાયો બંધ
મોરબી શહેરમાં શિવાની સીઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ (તખ્તસિંહજી રોડ) નવો બનાવવાનો હોવાથી આ રોડ પર વાહન વ્યવહારને પ્રતિબંધિત કરી આ રોડ પરના વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
હાલમાં જે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે જેમાં જે વૈકલ્પિક વ્યવસ્થા બતાવવામાં આવી છે તેમાં ટુ વ્હીલર, ફોર વ્હીલર માટે પૂનમ કેસેટથી વિજય ટોકીઝ થઈ જુના બસ સ્ટેન્ડ થઈ મચ્છીપીઠ રોડ ઉપરથી આસ્વાદ પાનથી જડેશ્વર મંદિર રેલવે સ્ટેશન રોડ તરફ જઈ શકશે., ટુ વ્હીલર ફોર વ્હીલર માટે પૂનમ કેસેટથી વિજય ટોકીઝથી જુના બસ સ્ટેન્ડ થઈ અયોધ્યાપુરી રોડ થઈને આસ્વાદ પાન થઈ જડેશ્વર મંદિર રેલવે સ્ટેશન રોડ તરફ જઈ શકાશે., ટુ વ્હીલર ફોર વ્હીલર માટે વિજય ટોકિઝ થઈ સૌરાષ્ટ્ર હેર ડ્રેસર થઈ નવાડેલા રોડ પરથી જુના બસ સ્ટેન્ડ તરફ જઈ મચ્છીપીઠ રોડ તથા અયોધ્યાપુરી રોડ થઈને આસ્વાદ પાન તરફથી જડેશ્વર મંદિર રેલવે સ્ટેશન રોડ પર જઈ શકાશે. અને હાલમાં જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે આગામી તા 11 ડિસેમ્બર સુધી અથવા કામગીરી વહેલી પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
મોરબીમાં સંકલનની બેઠક મળશે
મોરબી જિલ્લા સંકલન અને સહ ફરિયાદ સમિતિની નવેમ્બર માસની બેઠક આગામી તા 22/11 ના રોજ યોજાનાર હતી. અનિવાર્ય કારણોસર આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે અનુસાર જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક હવે 29/11 ના રોજ યોજાશે. અન્ય તમામ વિગતો યથાવત રહેશે તેવું નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવ્યું છે.