મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના સખપર ગામે કડવા પાટીદાર બારૈયા પરિવારનું સ્નેહમિલન યોજાશે


SHARE







ટંકારાના સખપર ગામે કડવા પાટીદાર બારૈયા પરિવારનું સ્નેહમિલન યોજાશે

ટંકારા તાલુકાના સખપર (કોઠારીયા) ગામે સુરાપુરા ખોડાબાપાના સાનિધ્યમાં તા 12 જાન્યુઆરીને રવિવારે કડવા પાટીદાર બારૈયા પરિવારનું 20મું સ્નેહમિલન યોજાશે. ત્યારે સ્નેહમિલન સમારોહ, યજ્ઞ, દાતાઓનું સન્માન, વિદ્યાર્થીઓનું સન્માન, પાટીદાર સંસ્થાઓનું સન્માન, મહાઆરતી, મહાપ્રસાદ, મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને લોકડાયરો વિગેરે જેવા કાર્યક્રમ રાખવામા આવેલ છે.

આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા હાજર રહેશે તે ઉપરાંત નકલંકધામ બગથળાના મહંત દામજી ભગત, નાની વાવડીના કબીર આશ્રમના મહંત શિવરામબાપુ અને કોઠારીયા રામદેપીર જગ્યાના રાણીદાસબાપુ સહિતના હાજર રહેશે અને આશીર્વચન પાઠવશે.  આ ઉપરાંત સામાજિક-રાજકીય આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આગમી તા. 12 જાન્યુઆરીને રવિવારના રોજ સવારે 7:00 કલાકે યજ્ઞ, 8:30 કલાકે સ્નેહમિલન અને દાતાઓનું સન્માન, 9:30 કલાકે વિદ્યાર્થીઓનું સન્માન, 12:30 કલાકે ભોજન, બપોરે 2:00 કલાકે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સંસ્થાઓનો સન્માન સમારોહ, સાંજે 6:00 કલાકે મહાઆરતી, 6:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કર્યું છે. તેની સાથોસાથ સવારે 9:00 થી સાંજે 6:00 સુધી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. અને રાત્રે 9:00 કલાકે લોકડાયરાનું આયોજન કરાયું છે. જેમાં ભજનિક અલ્પાબેન પટેલ, ગોપાલ સાધુ અને સાહિત્યકાર કમલેશ પ્રજાપતિ ભજનની રમઝટ બોલાવશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે કડવા પાટીદાર બારૈયા પરિવારના પ્રમુખ અરવિંદભાઈ બારૈયા, ઉપપ્રમુખ મનહરભાઈ બારૈયા, મહામંત્રી મનિષભાઈ બારૈયા, ખજાનચી જયંતિલાલ બારૈયા અને મંત્રી ભાવિનભાઈ બારૈયા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.






Latest News