મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી : ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી અભયમ ટીમ


SHARE













મોરબી : ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી અભયમ ટીમ

મોરબીમાં તા.૯ ના રોજ સવારે એક સજ્જન વ્યક્તિ દ્વારા ૧૮૧ માં ફોન આવેલ કે એક મહિલા મળી આવેલ છે માટે મદદની જરૂર છે.ત્યરબાદ કેસ આવતાની સાથે જ તાત્કાલ ૧૮૧ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

૧૮૧ ટીમના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ જયશ્રીબેન તેમજ પાયલોટ જીગરભાઈ તે મહિલા સુધી પહોંચેલ ત્યારે કોલ કરનાર વ્યક્તિએ જણાવેલ કે મહિલા ક્યારના એકલા ઉભા હોય તેમજ રડતા હોય ત્યારબાદ સૌપ્રથમ મહિલાને સાંત્વના આપી ધીરજ સાથે કાઉન્સિલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે તેવો મૂળ ઓડિશાના છે અને અહીંયા તેઓ તેમના પતિ સાથે એક કંપનીમાં કામ કરવા આવે હોય પરંતુ પતિ સાથે ઝઘડો થતાં તે તેમના પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે.મહિલાને સલાહ સુચન માર્ગદર્શન આપેલ સમજાવેલ કે હવે પછી તેમના પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં અને પછી તે પીડિતા મહિલાયે જણાવેલ સરનામા પ્રમાણે ત્યા પહોંચી તેમના પતિને સોંપેલ પતિનું કાઉન્સિલિંગ કરતા તેમણે જણાવેલ કે તેમની પત્ની જાણ કર્યા વગર નીકળી ગયા બાદ આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની પત્ની બાબતે પૂછપરછ કરેલ પરંતુ કાંઈ ખબર મળે નહીં પોતે પણ ચિંતિત હતા.

ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા  તેમના પતિને સલાહ સૂચન અને માર્ગદર્શન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપેલ તેમજ તેમની પત્ની જોડે ઝગડો ન કરવા  જણાવેલ અને હવે પછી તેમની પત્નીનું ધ્યાન રાખે જેથી હવે પછી આવી રીતે ઘરેથી ના નીકળે તેમજ મહિલાએ પણ જણાવેલ કે હવે પછી તેમના પતિ ને કહયા વગર ક્યારેય નીકળશે નહીં તેવું જણાવે અને રાજી ખુશી થી તેમના પતિ સાથે રહેવા જણાવેલ આમ મહિલાનુ પતિ સાથે મિલન કરાવેલ મહિલાના પતિએ સહીસલામત તેમના ઘરે પહોંચાડવા બદલ ૧૮૧ અભયમ ટીમનો આભાર માન્યો હતો.






Latest News