મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં પહેલા માળેથી નીચે પડી ગયેલા આધેડનું સારવારમાં મોત


SHARE







વાંકાનેર નજીક કારખાનામાં પહેલા માળેથી નીચે પડી ગયેલા આધેડનું સારવારમાં મોત

વાંકાનેર નજીક આવેલ કારખાનામાં પહેલા માળેથી નીચે પડી ગયેલા આધેડને સારવાર માટે વાંકાનેરથી રાજકોટ બાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જોકે અમદાવાદ ખાતે સારવાર કારગત નહીં નિવડતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની અમદાવાદ પોલીસ દ્વારા વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ બ્લીજાડ કારખાનાની અંદર રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા કરણસિંહ ધનાભાઈ ડામોર (ઉંમર ૫૦) મૂળ રહે શોભાપુરા એમપી વાળા કારખાનામાં પહેલા માળા ઉપરથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેઓને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી પ્રથમ વાંકાનેરમાં અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેઓને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેઓનું તા ૫/૧૧ ના રોજ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની અમદાવાદ પોલીસ દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News