મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચેકિંગ: ગેરકાયદે રહેતા આસામીઓને નોટીસ ફટકારી


SHARE











મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચેકિંગ: ગેરકાયદે રહેતા આસામીઓને નોટીસ ફટકારી

મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવામાં આવી છે અને ત્યાં મકાનની લાભાર્થીઓને સોપણી કરી દેવામાં આવેલ છે જો કે, તાજેતરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે કેટલાક મકાનોમાં ગેરકાયદે રહેતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આવા આસામીઓને દુર કરવા માટે મૂળ માલિકને મહાપાલિકામાંથી નોટીસ આપવામાં આવી છે.

મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ ડેપ્યુટી કમિશ્નર સહિતની ટીમો કામ કરી રહી છે તેવામાં મહાપાલિકાના આવાસ વિભાગ દ્વારા બાયપાસ રોડે આવેલ દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાં 680 આવાસ ચેક કર્યા હતા ત્યારે તેમાં કેટલાક લોકો ગેરકાયદે રહેતા હોવાનું સામે આવ્યું હતું જેથી તે મકાનના લાભાર્થીને નોટીસ આપવામાં આવેલ છે અને આવાસ યોજનાના મકાનમાં ખાદ્ય ચીજવસ્તુની દુકાન ચલાવતા હોવાનું સામે આવ્યું હતું જેથી તેને દુકાન બંધ કરવા માટેની તાકીદ કરવામાં આવેલ છે તેમજ જે મકાનો લાભાર્થીઓને આપી દેવામાં આવેલ છે તેમ છતાં પણ બંધ છે તેના માટે આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે.






Latest News