વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

ટંકારાના ગજડી ગામે છાતી-પીઠમાં દુખાવો ઉપાડતાં સારવારમાં લઈ જવાતા આધેડનું મોત


SHARE













ટંકારાના ગજડી ગામે છાતી-પીઠમાં દુખાવો ઉપાડતાં સારવારમાં લઈ જવાતા આધેડનું મોત

ટંકારાના ગજડી ગામે રહેતા આધેડને છાતી અને પીઠમાં દુખાવો થતો હતો જેથી તેને સારવાર માટે પ્રથ્સ્મ ટંકારા અને ત્યાર બાદ વધુ સારવાર માટે મોરબી લઈને આવતા હતા દરમિયાન રસ્તામાં તે આધેડનું મોત નીપજયું હતું જેથી મૃતદેહને પીએ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના ગજડી ગામે રહેતા માણસુરભાઈ પાલાભાઈ ડાંગર (50) નામના આધેડને છાતી અને પીઠમાં દુખાવો ઉપાડતા તેઓને ટંકારા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવતા હતા તેવામાં રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું જેથી તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પ્રાથમિક તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એસ.કે. બાલાસરા દ્વારા કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર રહેતો તાહિલ ઈકબાલભાઈ ઠાસરીયા (29) નામનો યુવાન માટેલ રોડ ઉપર કારખાનેથી કેન્ટિંગમાં જતો હતો દરમિયાન તેના એકટીવાને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના પંચાસિયાથી વાંકાનેર તરફ જવાના રોડ ઉપર મહદઆરીફ ઈસ્માઈલભાઈ ચૌધરી (13) નામનો તરુણ ઘરેથી વાડીએ જઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News