મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના શિવનગરમાં કડિયા કામ કરતાં સમયે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં મહિલાનું મોત: જબલપુરમાં રહેતા યુવાનનું હાર્ટ એટેકથી મોત


SHARE

















મોરબીના શિવનગરમાં કડિયા કામ કરતાં સમયે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં મહિલાનું મોત: જબલપુરમાં રહેતા યુવાનનું હાર્ટ એટેકથી મોત

મોરબીના પંચાસર ગામ પાસે આવેલ શિવનગરમાં કડિયા કામ ચાલી રહ્યું હતું જ્યાં કામ કરતાં મહિલાને ઇલેક્ટ્રીક શોટ લાગતા તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકાના પંચાસર ગામ પાસે આવેલ શિવનગર વિસ્તારમાં રહેતા હેતાબેન નાજુભાઈ સંઘાડા (35) નામની મહિલા ત્યાં કડિયા કામ કરી હતી દરમિયાન તેને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા તે મહિલાનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને તેના પતિ નાજુભાઈ સંઘાડા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હાર્ટ એટેકથી મોત

ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા નવનીતભાઈ સવજીભાઈ સાલાણી (35)ને ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો થતો હતો જેથી તેને ખાનગી વાહનમાં ટંકારાની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ 108 મારફતે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવતા હતા દરમિયાન હાર્ટ એટેક આવી જવાથી તે યુવાનનું મોત નીપજ્યું હતું જે અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીમાં આવેલ પાટીદાર પેલેસ ખાતે રહેતા મહેશભાઈ વાઘજીભાઈ પટેલ (51) નામના આધેડ બાઈક લઈને મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેમને ઈજા થયેલ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News