મોરબી : દાતાશ્રી દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ
મોરબીમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે આરોપીને એલસીબીની ટીમે દબોચ્યો
SHARE









મોરબીમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે આરોપીને એલસીબીની ટીમે દબોચ્યો
મોરબીમાં ખાખરેચી દરવાજા પાસેથી શંકાસ્પદ હાલતમાં બાઇક લઈને એક શખ્સ નીકળ્યો હતો જેને રોકીને પોલીસે પૂછપરછ કરી હતી ત્યારે તેની પાસે રહેલું બાઇક ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું અને તેની પાસેથી વધુ એક ચોરાઉ બાઇક પણ મળી આવ્યું હતું જેથી એલસીબીની ટીમે બે ચોરાઉ બાઈક સાથે એક શખ્સને પકડીને એ ડિવિઝન પોલીસ હવાલે કરેલ છે.
મોરબી એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં ઇશ્વરભાઇ કલોતરા, ભરતભાઇ જિલરીયા, ભગીરથસિંહ ઝાલા અને વિક્રમભાઇ રાઠોડને ખાનગી બાતમી મળી હતી કે, મોરબી મચ્છુ નદીના બેઠા પુલ પાસે આવેલ ખાખરેચી દરવાજા પાસેથી એક શખ્સ શંકાસ્પદ રીતે બાઇક લઈને નીકળી રહ્યો છે જેથી બાઇક ચાલકને પોલીસે રોકીને તેની પુછપરછ કરી હતી ત્યારે તેની પાસે રહેલું બાઇક તેમજ અન્ય એક ડ્રીમ યુગા બાઇક તેને ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું જેથી મોરબી શહેરમાંથી ચોરી કરેલ 70 હજાર રૂપિયાની કિંમતના બે બાઇક એલસીબીની ટીમે તેની પાસેથી કબ્જે કર્યા હતા આરોપી મુસ્તાકભાઇ અબ્દુલભાઇ ચાનીયા રહે. કાલીકા પ્લોટ મોરબી વાળાને પકડીને પોલીસે આરોપીને આગળની કાર્યવાહી માટે મોરબી એ ડિવિઝન પોલીસ હવાલે કરેલ છે. અત્રે ઉલેખનીય છેકે, હાલમાં પકડાયેલ આરોપી સામે અગાઉ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયેલ છે.
