મોરબી જિલ્લા આહીર સેના હીરાભાઈ જોટવાના સમર્થનમાં આપશે આવેદનપત્ર
મોરબી જીલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના-મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું
SHARE









મોરબી જીલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના-મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું
કેન્દ્ર સરકારની પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અને ગુજરાત સરકારની મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના માનદ સેવકોના પ્રશ્નોને ઉકેલવામાં આવી રહ્યા નથી જેથી કરીને ભારતીય મજદૂર સંઘ મોરબી જીલ્લાના પ્રમુખ અને મહામંત્રીની આગેવાની હેઠળ કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ કરવામાં આવેલ છે.
હાલમાં ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ સંલગ્નની સૂચના મુજબ દરેક જીલ્લામાં આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લામાં પણ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, રાજ્યની ૩૨૦૦૦ શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલ કિચન કમ શેડ, કિચન ગાર્ડનમાં માનદ સેવાથી સેવાઓ આપતા કર્મચારીઓને યોજનાના અમલીકરણમાં આવતી મુશ્કેલીઓ અને જુદાજુદા પ્રશ્નો છે તે ઉકેલવામાં આવે તે જરૂરી છે.
ખાસ કરીને યોજનાના ખાનગીકરણનો સખત વિરોધ કરીને તાકીદે બંધ કરીને ટેન્ડર રદ કરવાની બુલંદ માંગણી કરી છે, અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખાસ કરીને સમય મર્યાદામાં તેલ,ડાળ સહિત નો જથ્થો સમયસર અને ઉત્તમ જથ્થો ઉપલબ્ધ કરાવવાની માંગ કરેલ છે., આ યોજનામાં શાળા કક્ષાએ કામ કરતા સંચાલકને શાળા સહાયકનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરેલ છે., માનદ વેતન ચુકવણીમાં જોવા મળતી વ્યાપક અસમાન દૂર કરવામાં આવે, આકસ્મિક ઘટનામાં વળતર અને ઇલાજની જોગવાઇ કરવામાં આવે, શ્રમ અને રોજગાર વિભાગના તમામ લાભો આપવામાં આવે તેવી માંગ કરેલ છે.
ભારતીય મજદૂર સંઘના મુખ્ય સિદ્ધાંત પ્રથમ રાષ્ટ્ર હિત, ઉદ્યોગ હિત અને છેલ્લે ત્રીજા ક્રમે શ્રમિક હિત મુજબ તંત્રની આ યોજનામાં અનિયમીત કાચી સામગ્રીની ગેરહાજરીમાં પણ સ્થાનિક દાતાઓની મદદથી બાળકોને ભૂખ્યા નહિ રાખીને રાષ્ટ્રનું હિત, આ યોજનામાં અનેક અનેક અડચણો છતાં યેનકેન પ્રકારે ભોજનની વ્યવસ્થાઓ જાળવી રાખવામા આવે છે જેથી કરીને જિલ્લાભરના આ યોજના સાથે જોડાયેલ કર્મચારીઓ દ્વારા તેઓની માંગણીને ધ્યાને લઈને વહેલી તકે તેનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી છે.
