વાંકાનેર નજીક ટોલનાકા પાસે અજાણ્યા વાહન ચાલાકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત
મોરબીમાં લાયન્સ ક્લબ-ક્રિષ્ના ચેરિટેબલ અને એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રોપાનું વિતરણ કરાયું
SHARE









મોરબીમાં લાયન્સ ક્લબ-ક્રિષ્ના ચેરિટેબલ અને એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રોપાનું વિતરણ કરાયું
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તથા શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા હરિયાળું મોરબી, હરિયાળું ગુજરાત અંતર્ગત વિનામૂલ્યે ફળાવ તેમજ છાંયડો આપતા વૃક્ષના ૧૫૦૦ જેટલા રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટને લાયન્સ ક્લબ મોરબી સિટીના વર્ષ ૨૦૨૫/૨૬ નવા વરાયેલાં પ્રમુખ હરખજીભાઈ સુવારીયાના વરદહસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ રૂપાલા, કેશુભાઈ દેત્રોજ, હરખજીભાઈ સુવારીયા, ચંદુભાઈ કુંડારીયા, ભીખાભાઈ લોરીયા, મણીલાલ કાવર, અમરશીભાઇ અમૃતિયા, અમૃતલા શૂરાણી, એ.પી.કાલરીયા, મહાદેવભાઈ ઊંટવાડીયા, મહાદેવભાઈ ચીખલિયા, પ્રાણજીવન રંગપડીયા રશ્મિકા રૂપાલા, વાસુ રૂપાલા સહિતના હાજર રહ્યા હતા. અને લોકોને વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
