મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS) હેઠળ Price Deficiency payment યોજના અમલી


SHARE

















મોરબી: ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS) હેઠળ Price Deficiency payment યોજના અમલી

સરકાર દ્વારા રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતો માટે સહાય યોજના હેઠળ રાજ્યના ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS) હેઠળ Price Deficiency payment યોજના અતંર્ગત રાજ્યની એપીએમસીમાં તા.૦૧/૦૪/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ દરમિયાન ડુંગળીનું વેચાણ કર્યું હોય તેવા ખેડૂતો જ સહાયને પાત્ર રહેશે. ખેડૂત દીઠ મહત્તમ રૂ. ૨૦૦ પ્રતિ ક્વિન્ટલ અને ૨૫,૦૦૦ કિલો (૨૫૦ ક્વિન્ટલ) વેચાણ સુધી એટલે કે મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ લાભ મેળવવા ખેડૂતો માટે આઇ-ખેડૂત ૨.૦ (http//ikhedut.gujarat.gov.in) પોર્ટલ આગામી તા.૧૫/૦૭/૨૦૨૫ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

આ યોજના હેઠળ સહાય મેળવવા માટે આઈ ખેડુત પોર્ટલ ૨.૦ ( http//ikhedut.gujarat.gov.in) પર ઓનલાઈન અરજી કરી અરજદારે કરેલ અરજીની પ્રીન્ટ કાઢી સહી કરી અરજીમાં દર્શાવેલ જરૂરી સાધનિક કાગળો ((૭/૧૨ અને ૮અ), તલાટી કમ મંત્રીનો ડુંગળી વાવેતર અંગેનો દાખલો, એ.પી.એમ.સી.નો ગેટ એન્ટ્રીનો પુરવો અને બીલ, આધાર કાર્ડ અને બેંક પાસબૂકની નકલ) સામેલ રાખી તા. ૩૧/૭/૨૦૨૫ સુધીમાં જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે રજુ કરવાના રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.




Latest News