મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

ગુજરાત સ્ટેટ ફુટબોલ એસો.ની મીડિયા કમિટીમાં મોરબીના જીતુભાઈ રબારી-ગ્રાસ રૂટ પ્રોગ્રેશ કમિટીમાં કોચ મુસ્તાકભાઈ સુમરાની વરણી


SHARE

















ગુજરાત સ્ટેટ ફુટબોલ એસો.ની મીડિયા કમિટીમાં મોરબીના જીતુભાઈ રબારી-ગ્રાસ રૂટ પ્રોગ્રેશ કમિટીમાં કોચ મુસ્તાકભાઈ સુમરાની વરણી

અમદાવાદની હોટલ નોવેટલ ખાતે ગુજરાત સ્ટેટ ફુટબોલ એસો.ની સામાન્ય સભા અને આગામી ચાર વર્ષના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી ત્યારે પ્રેસિડેન્ટ તરીકે ફરી એકવાર નવી ટર્મમાં સંસદ સભ્ય પરિમલભાઈ નથવાણી અને સેક્રેટરી તરીકે મૂળરાજસિંહ ચુડાસમાની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત ફુટબોલએ રાષ્ટ્ર ક્ષેત્રે છલાંગ લગાવી છે. અને આવનારા દાયકામાં ગુજરાત જરૂર ભારતમાં અગ્રેસર બની રહે એવું જણાય છે. આ તકે વર્ષ-૨૦૨૫ ના આશરે પંદર જેટલા એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યા હતા. જામનગરના લેડી કોચ ફેલસીના મીરાંડાને બેસ્ટ વિમેન કોચ ઓફ ગુજરાત તરીકે એવોર્ડ મળ્યો હતો. તથા મોરબીના સેક્રેટરી જીતુભાઈ રબારીને ગુજરાત સ્ટેટ ફુટબોલ એસો.ની મીડિયા કમિટીમાં નિમણૂક કરાઈ તેમજ મોરબી કોચ મુસ્તાકભાઈ સુમરાની ગ્રાસ રૂટ પ્રોગ્રેશ કમિટીમાં નિમણૂક કરાઇ છે.




Latest News