માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો સ્પર્ધાનું આયોજન


SHARE

















મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો સ્પર્ધાનું આયોજન

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે ભારત કો જાનોકસોટીનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે પણ ભારત કો જાનોકસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. જે કસોટીમાં ભાગ લેવા મોરબીના લોકોને આહ્વાન કર્યું છે.

વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, ધો. 6 થી 8 અને ધો. 9 થી 12 એમ બે કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્પર્ધામાં ભાગ લેનારા બાળકોને ભારત કો જાનોબૂક ટોકન ફી થી આપવામાં આવશે. જેમાંથી બાળકો લેખિત પરીક્ષા માટે તૈયારી કરી શકે છે. અને આ બુકમાંથી શાળા લેવલે લેખિત પરીક્ષા યોજવામાં આવે છે જેમાં પ્રથમ અને દ્વિતીય નંબર લેનારા બાળકોને મોરબી શાખા કક્ષાએ અન્ય શાળાઓનાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ બાળકો સાથે મૌખિક કસોટી (ક્વિઝ) યોજવામાં આવશે. અને કોઈપણ શાળામાંથી આ પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓની યાદી તથા સંખ્યા વહેલી તકે જણાવવા જણાવ્યુ છે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ મૌખિક કસોટીમાં વિજેતા થનારને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે અને એ ટીમ આગળ પ્રાંત સ્તરે સ્વખર્ચે મોરબીનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા માટેની લેખિત પરીક્ષા શાળામાં ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં અને મૌખિક કસોટી ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં રાખવામા આવશે. અને આગામી દિવસોમાં તેના માટે ફાઈનલ તારીખ અને સમયની જાણ સંસ્થા કરશે. અને વિદ્યાર્થીઓની યાદી તથા સંખ્યા જણાવવા માટે હરદેવભાઈ ડાંગર (97273 67555), ચેતનભાઈ સાણંદિયા (99740 35174), રાવતભાઈ કાનગડ (99243 69094) નો સંપર્ક કરવા હિરેનભાઈ ધોરિયાણી, ધ્રુમિલભાઈ આડેસરા અને હિંમતભાઈ મારવણિયાએ જણાવ્યુ છે




Latest News