માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં વાહન અકસ્માતના બનાવોમાં અડધો ડઝનને ઈજા: નિલકમલ સોસાયટીમાં મારામારી


SHARE

















મોરબીમાં વાહન અકસ્માતના બનાવોમાં અડધો ડઝનને ઈજા: નિલકમલ સોસાયટીમાં મારામારી

કોપરના શંકાસ્પદ જથ્થા સાથે એક પકડાયો

મોરબી તાલુકા પોલીસનો સ્ટાફ જેતપર રોડ બેલા ગામ નજીક વાહન ચેકીંગમાં હતો તે દરમ્યાન ત્યાંથી નિકળેલ બોલેરો નંબર જીજે૧૩-એડબલ્યુ-૨૫૫૧ ને અટકાવી ચેક કરતા તેમાંથી કોપરના વાયર, કોપરની પટ્ટી વિગેરે કોપરનો જથ્થો મળી આવેલ જેથી બોલેરો ચાલક ગજુ ઉર્ફે સુરેશ બચુભાઈ સોલંકી દેવીપૂજક (૪૧) રહે. શનાળાની રૂા.૨,૯૦,૦૦૦ની કિંમતના ૫૮૦ કિલો કોપર તેમજ રૂા. ૫ લાખની બોલેરો મળી કુલ રૂા.૭,૯૦,૦૦૦ની કિંમતના મુદામાલ અંટકાવી તેના બીલ પુરાવા માંગવામાં આવ્યા હતા જે તેની પાસે ન હોય મુદામાલ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

તેમજ તાલુકા પોલીસમાં નોંધાયેલ પશુ અતિક્રમણના ગુનામાં સ્ટાફના ફિરોઝભાઈ સુમરાએ સલેમાન ઈબ્રાહીમશા શેખ ફકીર (૩૨) રહે. શેખટીલા હેમલાઈ ફળીયુ, સતાપર રોડ, અંજાર વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વાહન અકસ્માત

રંગપર પાસે સિયારામ સીરામીક સામે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા મુકેશ રામનંદભાઈ ચૌહલીયા (૨૬) રહે.રંગપરને સારવાર માટે લઈ જવાયો હતો. જયારે માણેકવાડા ગામે વિંછી કરડી જતા રોસન બબલુભાઈ નામના બાર વર્ષના બાળકને સારવાર માટે લઈ જવાયો હતો તેમજ માળીયા હાઈવે પાટીદાર ટાઉનશીપ સામે બાઈક સ્લીપ થઈ જતા યોગેશ લક્ષ્મણભાઈ બરાસરા (૩૧) રહે. નસીતપરને સારવારમાં અત્રેની ઓમ ઓર્થોપેડીક હોસ્પિટલે ખસેડાયો હતો.

મારામારીમાં ઈજા

લીલાપર રોડ નિલકમલ સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ નારણભાઈ કગથરા (૨૮)ને ત્યાં આવેલ મહાદેવ તળીયાના કારખાના પાસે મારામારીમાં ઈજા થતા સારવાર માટે લઈ જવાયો હતો. આલાપ પાર્કમાં રહેતા બચુબેન ત્રિકમજીભાઈ વિડજા (૭૫) બાઈકમાંથી પડી જતા સારવાર માટે લઈ જવાયા હતા જયારે અવની ચોકડી પાસે રહેતા નરશીભાઈ હિરાભાઈ બાવરવા (૮૫) નામના વૃદ્ધને તેમના ઘર નજીક બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા થતા સારવાર માટે લઈ જવાયા હતા. પરસોતમ ચોક પાસે બાઈકવાળાએ હડફેટે લેતા ચમનભાઈ મગનલાલ મહેતા (૭૬) રહે. ક્રિષ્નાપાર્ક નવા બસસ્ટેશન પાછળને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.

વાહન અકસ્માતે ઈજા

મોરબી વાવડી રોડ રામાપીર મંદિર પાસેની શેરીમાં બાઈક-સ્લીપ થઈ જતા લાલજી દેવકરણભાઈ નકુમ (૪૪) રહે.બોખાની વાડી, નવલખી રોડને સારવાર માટે લઈ જવાયા હતા. જયારે શનાળા રોડ પેટ્રોલપંપ નજીક બાઈક સ્લીપ થઈ જતા ચુનીલાલ મોતીભાઈ નકુમ (૪૧) રહે. ગપીની વાડી શનાળાને અને એસપી રોડના ખુણા પાસે કેનાલ નજીક બાઈક પલ્ટી મારી જતા જયંતિભાઈ હરજીવનભાઈ નકુમ (૪૦) રહે. કર્મયોગી પાર્ક, આલાપ રોડને સારવાર માટે લઈ જવાયા હતા.




Latest News