મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

ટંકારા નજીક કરવામાં આવેલ આંગડિયા લુંટના ગુનામાં રોકડા ત્રણ લાખ સાથે વધુ એક આરોપીની ધરપકડ


SHARE

















ટંકારા નજીક કરવામાં આવેલ આંગડિયા લુંટના ગુનામાં રોકડા ત્રણ લાખ સાથે વધુ એક આરોપીની ધરપકડ

રાજકોટથી મોરબી આવી રહેલ આંગડિયા પેઢી વાળાને અંતરીને 90 લાખની લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રોકડા ત્રણ લાખ કબ્જે કરવામાં આવેલ છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

રાજકોમાં રહેતા અને આંગડિયા પેઢી ચલાવતા નિલેષભાઇ મનસુખભાઈ ભાલોડી તથા તેનો ડ્રાઈવર જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર બન્ને રાજકોટ 150 ફુટ રોડ ઉપર આવેલ ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગળીયા પેઢીના રોકડા રૂપીયા XUV-300 નં જીજે 3 એન કે 3502 વાળીમાં લઇને ગત તા. 31/5 ના રોજ રાજકોટથી મોરબી આવી રહ્યા હતા ત્યારે બલેનો કાર તથા પોલો કાર લઈને આરોપીઓ આવ્યા હતા અને છરી, લાકડાના ધોકા, પાઈપ જેવા હથિયાર વડે ફરીયાદી પર હૂમલો કરી XUV-300 નં- જીજે 3 એન કે 3502 માંથી રોકડા 90 લાખ રૂપીયાની લુંટ કરવામાં આવી હતી અને આરોપી નાશી હતા જે બનવાની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ હતી.

ગુનામાં પોલીસે પહેલા આરોપી અભિભાઈ લાલાભાઇ અલગોતર, અભીજીતભાજી ભાવેશભાઇ ભાગવ રહે. બન્ને ભાવનગર, દિગ્વિજય અમરશીભાઇ ઢેઢી રહે. લગ્ધીરગઢ તા-ટંકારા, હિતેષભાઈ પાંચાભાઇ ચાવડા ભરવાડ રહે સાજણાસર ગામ તા-પાલીતાણા, મેહુલ ઉર્ફે કાનો આહિર ધીરૂભાઇ બલદાણીયા રહે સુરત અને નિકુલ કાનાભાઈ અલગોતર રહે. ભાવનગર વાળાની ધરપકડ કરી હતી અને જે ફોકસવેગન કાર નં- જીજે 1 આરઇ 7578 વાળીમાં આરોપીઓ નાસી ગયેલ હોય તે આરોપીઓ પૈકી અલ્પેશસિંહ ઉર્ફે અલ્પેશ જોગરાણા કનુભા પરમાર રહે. સુરત વાળો નાસતો ફરતો હતો અને આ આરોપી જામનગર ખાતે હોવાની ભરોસા પાત્ર હકીકત મળી હતી

જેથી ટંકારા પોલીસે જામનગર ખાતે જઈને રહેણાંક મકાને ઝડતી કરતા આરોપી અલ્પેશસિંહ ઉર્ફે અલ્પેશ જોગરાણા કનુભા પરમાર (24) રહે. સુરત હાલ જામનગર મયુરનગર વાળાની ધરપકડ કરી હતી અને ગુનામા ગયેલ રોકડા રૂપિયા માંથી 3 લાખ રૂપિયા તેની પાસેથી મળી આવેલ છે જેથી કરીને પોલીસે રોકડ રકમ કબજે કરી હતી અને આરોપીની ધરપકડ કરેલ છે. અને આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરીને તેના રિમાન્ડ મેળવીને પોલીસે અલગ અલગ દીશામાં તપાસ હાથ ધરી છે. આ કામગીરી વાંકાનેરના ડીવાયઇએસપી સમીર સારડાની સૂચના મુજબ પીઆઇ કે.એમ.છાસીયા અને તેની ટિમ દ્વારા કરવામાં આવેલ છે.




Latest News