મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી નજીક કાર ચાલકે રિક્ષાને ઠોકર મારતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત


SHARE







ટંકારાના હરબટીયાળી નજીક કાર ચાલકે રિક્ષાને ઠોકર મારતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત

ટંકારાના હરબટીયાળી ગામથી આગળ રાજકોટ તરફ જવાના રસ્તા ઉપર કાર ચાલકે રિક્ષાને ઠોકર મારી હતી જેથી રીક્ષા પલટી મારી ગઈ હતી અને રિક્ષા ચાલક યુવાન રિક્ષામાં દબાઈ જતા તેને છાતીમાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજકોટમાં રહેવાસી અને હાલમાં મોરબીના પંચાસર રોડ ઉપર જનક સોસાયટી આરીફભાઈ સાયચાના મકાનમાં રહેતા અહેમદશાહ ઈબ્રાહીમભાઇ શાહમદાર (32)હાલમાં કાર નંબર જીજે 15 સીબી 9808 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 23/8 ના રોજ મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર હરબટીયાળી ગામથી આગળ રાજકોટ તરફ જવાના રસ્તા ઉપરથી તેનો નાનો ભાઈ મહમદસાહીલ ઈબ્રાહીમભાઇ શાહમદાર (26) તેની અતુલ શક્તિ રીક્ષા નંબર જીજે 3 ડીયુ 3747 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે ફરિયાદીના ભાઈની રીક્ષાને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને રીક્ષા પલટી મારી ગઈ હતી ત્યારે ફરિયાદીનો ભાઈ રિક્ષામાં દબાઈ જતા તેને છાતીના ભાગે અને શરીરે ગંભીર જા થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે. વધુમાં ફરિયાદી પાસેથી મળેલ માહિતી મુજબ તેનો ભાઈ ટંકારાથી રિક્ષામાં માલ ભરીને રાજકોટ તરફ જઇ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેની રિક્ષાને હડફેટે લીધી હતી અને આ બનાવમાં યુવાનનું મોત નિપજતા તેના બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.






Latest News