મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી: કેપેક્સિલના ચેરમેન નિલેષભાઇ જેતપરીયાને સિરામિક એસો.ના પ્રમુખોએ પાઠવી શુભકામના મોરબી જિલ્લામાં કોઠી પીએચસીને NQAS પ્રમાણપત્ર એનાયત માળીયાના મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું મોરબી જીલ્લામાં દારૂ, ડ્રગ્સ, ગાંજો વિગેરે દુષણ ડામવા કોંગ્રેસની માંગ: જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

દેશમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનો જય જયકાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે: અમિત શાહ​​​​​​​ 


SHARE















દેશમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનો જય જયકાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના સુડા સાફ થઈ જશે: અમિત શાહ 

મોરબી જિલ્લા કમલમ કાર્યાલયનું દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓએ ભાજપની સભાને સંબોધી હતી જેમાં અમિત શાહે કહ્યું હતું કે, આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનો જય જયકાર છે ત્યારે આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપના કોંગ્રેસનાં સુપડા સાફ કરી નાખશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

સમગ્ર દેશની અંદર ભાજપના અધ્યતન સુવિધા સાથેના કાર્યાલય હોવા જાય તેવો દ્રઢ સંકલ્પ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહ હતા ત્યારે કરવામાં આવેલ હતો અને ત્યાર બાદ દેશના જુદા જુદા જિલ્લાઓમાં ભાજપના અધ્યતન સુવિધા સાથેના કાર્યાલય બનેલ છે તેવી જ રીતે મોરબીમાં અધ્યતન સુવિધા સાથેનું કમલમ કાર્યાલય બનાવવામાં આવ્યું છે જેનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે તેઓની સાથે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, કેસરીદેવસિંહ ઝાલા અને પૂનમબેન માડમ, રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, માજી મંત્રી જયંતીભાઈ કવાડિયા, બ્રિજેશભાઈ મેરજા અને મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ પટેલ, મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઇ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ તેઓની સાથે હાજર રહ્યા હતા

આ તકે રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ બિહારની ચૂંટણી પહેલા જે રીતે વોટ ચોરીનો મુદ્દો ઉભો કર્યો હતો અને ત્યાર બાદ બિહારની જનતાએ ભાજપ સામે આક્ષેપો કરનારાઓને જડબા તો જવાબ આપેલ છે તે જોતા સમગ્ર દેશની અંદર લોકો હવે વિકાસની રાજનીતિને પસંદ કરે છે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી તેવી લાગણી વ્યક્ત કરી હતી તો ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભામાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે, ભાજપનું કાર્યાલય તે આપણા માટે ઓફિસ નથી પણ આપણું બીજું ઘર છે. આજે સમગ્ર ભારતમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનો જય જયકાર છે ત્યારે આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના અને તેના સાથી પક્ષોના સો ટકા સુડા સાફ થઈ જશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.

ખાસ કરીને તેઓએ વિરોધ પક્ષને ટાંકતા કહ્યું હતું કે જે લોકો કહેતા હતા કે ભાજપના વળતા પાણી છે તેને મોરબીની ધરતી ઉપરથી પડકાર ફેંક્યો હતો કે આગામી સમયમાં આવનાર તમિલનાડુ અને બંગાળની ચૂંટણીમાં પણ ભાજપનો જય જયકાર થશેખાસ કરીને મોરબીની હોનારતની ઘટનાને યાદ કરતાં કહ્યું હતું કે, કોઈ પણ મુશ્કેલીમાંથી ઉભા થવાની કળા મોરબીમાં છે આજે મોરબી ઘડિયાળ અને સીરામીક ઉદ્યોગના કારણે વિશ્વ વિખ્યાત છે. અને અહીના પાટીદાર ઉદ્યોગપતિઓને કેન્દ્ર સ્થાને રાખીને અમિત શાહે કહ્યું હતું કે જ્યારે સિરામિક ઉદ્યોગની મોરબીમાં શરૂઆત કરવામાં આવી હતી ત્યારે અહી સિરામિક ઉદ્યોગને લગતું કશું જ હતું નહીં તેમ છતાં વતન પ્રેમના લીધે અહીના પાટીદાર ઉદ્યોગકારોએ અહીં ઉદ્યોગ સ્થાપવાનો સંકલ્પ કર્યો અને આજે મોરબીને સિરામિક ક્ષેત્રે વિશ્વના ફલક ઉપર પહોંચાડ્યું છે.

અંતમાં તેઓએ કહ્યું હતું કે સમગ્ર દેશની અંદર ભાજપના કાર્યાલયો બની રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં જે કાર્યાલય બનેલ છે તેમાં સૌથી અધ્યતન અને મોર્ડન સુવિધા સાથેનું મોરબી જિલ્લા ભાજપનું કમલમ કાર્યાલય છે જેથી અમિત શાહે કહ્યું હતું કે અત્યાર સુધી હું તેલંગાણામાં કમલમ કાર્યાલય જોવા માટે મોકલતો હતો જો કે, હવે પછી દેશમાંથી ભાજપના કાર્યકર્તાઓને મોર્ડન કમલમ કાર્યાલય જોવા માટે મોરબી મોકલીશ તેવી ટકોર કરી હતી આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં 370 ની કલમ હટાવી, ત્રણ લાકને નાબૂદ કરી અને અયોધ્યામાં રામ મંદિર બનાવાની જે સિદ્ધિઓ ભાજપે હાંસેલ કરેલ છે તેને પણ અમિત શાહે યાદ કરી હતી અને દેશમાંથી ઘૂસપેટીયાઓને વીણી વીણીને બહાર કાઢવામાં આવશે તેવો હૂકાર કર્યો હતો.

સભા મંડપમાં પહોંચેલા આપના કાર્યકરોને વીણી વીણીને બહાર કાઢ્યા

કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે કમલમ કાર્યાલયનું ઉદઘાટન કર્યા બાદ સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું તે સભા મંડપમાં કેટલાક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને તેમના દ્વારા વિરોધ કરવામાં આવશે તેવી પોલીસને માહિતી મળી હતી જેથી પોલીસે આમ આદમી પાર્ટીના ત્રણ કાર્યકર્તાઓને કોઈપણ પ્રકારનો વિરોધ કરે તે પહેલા જ બહાર કાઢ્યા હતા જો કે, એક યુવાન દ્વારા પોલીસે તેને બહાર લઈ જવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે હાથમાં કાળું કપડું કાઢીને જય જવાન જય કિસાનના નારા લગાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસ તે યુવાનને સભા મંડપમાંથી બહાર લઈ ગઈ હતી અને આ બનાવ સ્ટેજ કાર્યક્રમ શરૂ થયો તે પહેલ બનેલ હતો.






Latest News