મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ: માળીયા-મોરબીમાં દારૂની 5 બોટલ ઝડપાઇ


SHARE







વાંકાનેરમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ: માળીયા-મોરબીમાં દારૂની 5 બોટલ ઝડપાઇ

વાંકાનેરમાં આવેલ જલારામ જીન પાસે મહાવીર સોસાયટી નજીક મોબાઇલ ફોન ઉપર વાત કરીને ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 2800 રોકડા, એક મોબાઈલ ફોન મળીને 7800 રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે અને મોબાઈલ ફોનથી જેની પાસે સોદા કરવામાં આવી રહ્યા હતા તેનું પણ નામ પણ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધાયો છે.

વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જલારામ જીન પાસે મહાવીર સોસાયટી નજીક જાહેરમાં મોબાઈલ ફોન ઉપર વાતચીત કરીને ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ચાલતી મેચમાં હારજીત અને રનફેરના જુગારના સોદા લખાવવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ત્યાં રેડ કરી હતી અને સ્થળ ઉપરથી જાહિદભાઈ ઇસ્માઈલભાઈ સીડા (40) રહે. સીધેશ્વર મહાદેવ મંદિર પાસે ભાટિયા સોસાયટી વાંકાનેર વાળાને પકડીને તેની પાસેથી 2800 ની રોકડ તથા 5 હજાર રૂપિયાની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને 7,800 ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપીને પકડવામાં આવેલ હતો અને આ શખ્સ દ્વારા સલીમ રહે. વાંકાનેર વાળા પાસે મોબાઇલ ફોનથી સોદા લખવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

4 બોટલ દારૂ

માળીયા મીયાણા તાલુકા શાળા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ચાર બોટલ મળી આવી હતી જેથી પોલીસે 5800 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને ધરમભાઈ પ્રભાતભાઈ અવાડીયા (24) રહે. અર્જુનનગર તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

એક બોટલ દારૂ

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ આંદરણા ગામ પાસે ગુરુરામ દુકાન નજીક દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની એક બોટલ સાથે એક શખ્સ ઝડપાયો હતો જેથી પોલીસે 300 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે નિતેશભાઇ બાલુભાઈ ગળધરીયા (45) રહે. આંદરણા વાળાની ધરપકડ કરી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News