મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત


SHARE







વાંકાનેરના ભલગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે નવા ભલગામ થી જુના ભલગામ તરફ જવા માટે યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે રહેતા આશિષભાઈ જગુભાઈ બેડવા (23) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ભલગામ પાસે રામદેવપીરના મંદિર નજીક જે કટ આવેલી છે ત્યાંથી વાંકાનેર બાઉન્ડ્રી તરફથી વાંકાનેર સીટી બાજુ જવા માટેનો જે રસ્તો છે તે રસ્તા ઉપરથી ફરિયાદીના પિતા જગુભાઈ હમીરભાઇ બેડવા નવા લગામથી જુના ભલગામ તરફ પોતાના ઘરે ચાલીને આવી રહ્યા હતા દરમિયાન રોડ ક્રોસ કરતા સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને ડફેટે લેતા ફરિયાદીના પિતાને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

મારામારીમાં ચાર લોકોને ઇજા

મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામ પાસે આવેલ સીરામીક કારખાના નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં પવન નાનુરામ માલવીયા (28), વિશાલ હેમરાજ માલવીયા (18), રચના રાહુલભાઈ પરમાર (28) અને જતીન પરમાર નામના ચાર વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News