મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ચા બનાવવાની બાબતે પતિએ પત્નીને માર માર્યો


SHARE











વાંકાનેરમાં ચા બનાવવાની બાબતે પતિએ પત્નીને માર માર્યો

વાંકાનેરની મત્રી સોસાયટીમાં રહેતી મહિલા સાથે તેના પતિએ ચા બનાવવા બાબતે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો ત્યારબાદ તેને ગાળો આપીને ઝપાઝપી કરી હતી અને મહિલાને માથામાં તથા શરીરે તેના પતિએ માર માર્યો હતો જેથી ઇજાગ્રસ્ત મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર શહેરમાં આવેલ મંત્રી સોસાયટીમાં રહેતા જોસનાબેન અશોકભાઈ રાઠોડ (39)હાલમાં તેના પતિ અશોકભાઈ ભીખાભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, તેઓ પોતાના ઘરે હતા ત્યારે તેના પતિએ ચા બનાવી આપવા બાબતે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને શરીરે તથા માથામાં માર મારીને મુંઢ ઇજા કરી હતી જેથી ઈજા પામેલ મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણાના વાધરવા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે પાછળથી ઠોકર મારતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં સલીમભાઈ હબીબભાઈ માલાણી (42), જન્નતબેન સલીમભાઈ માલાણી (42) અને આદિલ સલીમભાઈ માલાણી (2) નામના ત્રણ વ્યક્તિઓને ઈજા થહોવાથી તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

હળવદના રણજીતગઢ ગામે રહેતા નરેન્દ્રભાઈ ખોડાભાઈ ચાવડા (34) નામનો યુવાન ગામના પાદર પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે કોઈ કારણસર બાઈકમાંથી પડી જતા અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News