મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત


SHARE







વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા સગીરનું મોઢું ચિબી નાખતા મોત

વાંકાનેરના દીધલીયા ગામે આવેલ ગંગોત્રી સ્ટોન ખાતે સગીર ખાટલા ઉપર સૂતો હતો દરમિયાન ડમ્પર ચાલકે પાછળ જોયા વગર તેનું વાહન રિવર્સમાં લીધું હતું અને ખાટલા ઉપર સુતેલા સગીરને હડફેટે લઈને નીચે પાડી દીધો હતો જેથી તેને માથામાં ઇજા થઈ હતી અને તેનું મોઢું ચિબાઈ ગયું હતું જેથી સગીરનું મોત નીપજ્યું હતુ આ બનાવ સંદર્ભે મૃતક સગીરના પિતરાઈ ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રહેતા રાહુલ કાળુભાઈ મોહનિયા (22)એ ડમ્પર નંબર જીજે 13 એડબલ્યુ 7520 ના ચાલક સુનિલ જયપાલ રહે. હાલ ગંગોત્રી સ્ટોન દીધલીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો પિતરાઈ ભાઈ અશ્વિનભાઈ હીમતભાઇ મોહનિયા (16) રહે. મૂળ કાટું ગામ ધાનપુર તાલુકો જિલ્લો દાહોદ વાળાઓ તેઓની પાસે આવ્યો હતો અને ત્યાં ગંગોત્રી સ્ટોનમાં ખાટલા ઉપર સૂતો હતો દરમિયાન ડમ્પર ચાલકે ગફલત ભરી રીતે પોતાનું વાહન ચલાવ્યું હતું અને પાછળ જોયા વગર ડમ્પરને રિવર્સમાં લીધું હતું અને તે સમયે ખાટલા ઉપર સુતેલા ફરિયાદીના પિતરા ભાઈને હડફેટે લઈને ખાટલા ઉપરથી નીચે પછાડી દીધો હતો જેથી તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોઢું ચિબાઈ ગયું હતું જેથી સગીરનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક સગીરના કૌટુંબિક ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News