હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે અવાવરુ જગ્યાએ જતી રહેલ બે ભેંસને ખોરાક-પાણી ન મળતા મોત


SHARE





મોરબીના રફાળેશ્વર ગામે અવાવરુ જગ્યાએ જતી રહેલ બે ભેંસને ખોરાક-પાણી ન મળતા મોત

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા માલધારીની બે ભેંસ અવાવરુ જગ્યાએ જતી રહી હતી અને ત્યાં ખોરાક કે પાણી ન મળવાથી અને ગરમીમાં રહેવાના કારણે તે બંને ભેંસોના મોત નીપજયાં છે જેથી આ બનાવની માલધારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા નાનજીભાઈ કાનાભાઈ ભરવાડ (52)એ હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે કે, તેઓની ભૂરા કલરની સાડા આઠ વર્ષની એક ભેંસ તથા કાળા કલરની સાડા છ વર્ષની એક ભેંસ આમ બે ભેંસ છેલ્લા બે દિવસથી ગુમ થઈ હતી અને તેને શોધતા હતા પરંતુ કોઈ જગ્યાએથી તે ભેંસ મળી આવી ન હતી દરમિયાન ગામ નજીક અવાવરું જગ્યાએથી દુર્ગંધ આવતી હોવાથી ત્યાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી આ બંને ભેંસો મૃત હાલતમાં મળી આવી હતી જેથી માલધારી દ્વારા આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ બી.જી.દેત્રોજા દ્વારા કરવામાં આવી હોય તેમની સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતું કે, વાવરું જગ્યાએ ખોરાક કે પાણી ન મળવાથી અને ગરમીના કારણે આ બંને અબોલજીવના મોત થયા હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં દેખાઈ રહ્યું છે જોકે, આગળની તપાસ ચાલી રહી છે

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના માંડલ ગામે રહેતા ગીતાબેન મહેશભાઈ સુમેરા (27) નામની મહિલાને કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી તે મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી ગયો

માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે રહેતા રમેશભાઈ મહાદેવભાઇ ખાંભલીયા (51) નામના આધેડ મોરબી તાલુકાના ઘૂટુ ગામ પાસે સુરેશભાઈની વાડીએ હતા ત્યારે ત્યાં તેને સા કરડી ગયો હતો જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને બનાવની પોલીસને  જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા પરમાર નાનજીભાઈ પુંજાભાઈ (54) નામના આધેડ પોતાના ઘરેથી ચાલીને જતા હતા ત્યારે તેઓને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં નાનજીભાઇને ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાઈ છે




Latest News