હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં જૈન આચાર્ય દ્વારા બકરી ઇદના દિવસે આયંબિલ તપ કરીને કરુણા દિવસ તરીકે મનાવવા અનુરોધ


SHARE





મોરબીમાં જૈન આચાર્ય દ્વારા બકરી ઇદના દિવસે આયંબિલ તપ કરીને કરુણા દિવસ તરીકે મનાવવા અનુરોધ

મોરબીમાં મણીબેન પ્રભાશંકર શેઠ જૈન પૌષધ શાળામાં હાલ બિરાજતા પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરૂદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં અવનવા ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યાં છે. ત્યારે ગુરૂદેવ દ્વારા આગામી તા.૨૮ ને ગુરુવારે બકરી ઇદ હોઈ 'અહિંસા પરમો ધર્મ', 'જિયો ઔર જીને દો' ની ભાવના રાખવા વાળા દરેક ભાવિકોને આ દિવસે અબોલ જીવોની અનુકંપા, પ્રાર્થના , સંવેદના માટે એક આયંબિલ તપ કરી 'કરુણા દિવસ' તરીકે મનાવવાની પૂ આચાર્યશ્રી એ પ્રેરણા કરી છે.તેથી સર્વે જૈન શ્રાવક શ્રાવિકાઓ બકરી ઇદના દિવસે એક આયંબિલ તપ કરીને અથવા આયંબિલ ન કરી શકે તેઓએ આ દિવસે ભોજનમાં સફેદ વસ્તુનો ત્યાગ કરીન્ અબોલા જીવોના કલ્યાણ માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે. તેમજ તા.૨૪ ને રવિવારે સવારે ૯ વાગ્યે પૌષધ શાળામાં ગજસુકુમાર સમભાવ સામાયિકનું આયોજન કરવામાં આવેલ હોય તમામ લોકોએ સફેદ વસ્ત્રોમાં અને સામાયિક ઉપકરણ સાથે લઈ આવવું તેમ યાદીમાં જણાવેલ છે.




Latest News