હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના સમાજ સેવા કેન્દ્ર દ્વારા વાસુર્ણા ખાતે બાળકોને રમત-ગમતના સાધનો અર્પણ કર્યા


SHARE





મોરબીના સમાજ સેવા કેન્દ્ર દ્વારા વાસુર્ણા ખાતે બાળકોને રમત-ગમતના સાધનો અર્પણ કર્યા

બાળકો પ્રત્યે અતૂટ પ્રેમ અને શિક્ષણ પ્રવૃત્તિઓમાં ઊંડો રસ ધરાવતા સમાજ સેવા કેન્દ્ર મોરબીના પ્રમુખ ટી.ડી. પટેલની પ્રેરણાથી વાસુર્ણા ખાતે ‘માતૃશ્રી જમનાબા પટેલ શૈક્ષણિક સંકુલ’નું નિર્માણ થઈ રહ્યું છે. આ સંકુલના સાનિધ્યમાં તાજેતરમાં બાળકોના સર્વાંગી વિકાસ અને આનંદ માટે "બાળકોની આંગળી પકડીને રમવા લઈ જવાના" એક સુંદર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ પ્રસંગે રતનપા ચેરિટેબલ ટ્રસ્ટ, બારડોલીના શશીભાઇના વિશેષ સહયોગથી બાળકોના મનોરંજન માટે વિવિધ રમતના સાધનો ભેટ આપવામાં આવ્યા હતા. જેમાં હિંચકા, લપસિયા, સાયકલ, ફૂલ રેકેટ, ક્રિકેટ સેટ સહિતના સાધનોનો સમાવેશ થાય છે. અને આ સાધનો આપવાથી બાળકોના ચહેરા ઉપર અનોખી ખુશી જોવા મળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી જેમાં હર્ષિદાબેન ચૌધરી (ચીખલી રેન્જ ફોરેસ્ટ ઓફિસર) તથા તેમની વન વિભાગની ટીમ અને ક્રિષ્નાસ્વામી મહારાજ (ઓશો આશ્રમ, સોનગીર) તથા તેમના સાધકો તેમજ ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.




Latest News