મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના કલાવડી ગામની મહિલા હોસ્પિટલના બાથરૂમમા પડી જતાં સારવારમાં મોત: મોરબીમાં વૃદ્ધે ફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







વાંકાનેરના કલાવડી ગામની મહિલા હોસ્પિટલના બાથરૂમમા પડી જતાં સારવારમાં મોત: મોરબીમાં વૃદ્ધે ફાંસો ખાઈને કર્યો આપઘાત

વાંકાનેરના કલાવડી ગામે રહેતી મહિલાનું ઝાલા હોસ્પિટલમાં ગાંઠનું ઓપરેશન કરાવ્યુ હતું અને ત્યાર બાદ ઝાલા હોસ્પિટલના બાથરૂમમા મહિલા પડી ગઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, તે મહિલાનું સારવારમાં મોત નીપજયું હતું જયારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

વાંકાનેર તાલુકાના લાવડી ગામે રહેતા અરવિંદભાઈ લક્ષ્મણભાઈ મકવાણાના પત્ની ઉષાબેન (35)નું ગાંઠનું ઓપરેશન ઝાલા હોસ્પિટલ ખાતે કરાવ્યું હતું અને ત્યારબાદ ઓપરેશન થઈ ગયા પછી તેઓ બાથરૂમમાં જતા પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં રહેતા રમેશભાઈ મહાદેવભાઇ બજાણીયા (65) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને વૃદ્ધનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી. #morbi






Latest News