મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા ગામ નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત


SHARE







વાંકાનેરના મહીકા ગામ નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત

વાંકાનેરના મહીકા ગામથી આગળ ગારીડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી આધેડ પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અલ્ટો ગાડીના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી આધેડને બંને પગમાં ફ્રેક્ચર અને માથામાં ઇજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું અને કાર ચાલક તેની કાર લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

વાંકાનેરના કોઠી ગામે રહેતા સીંધાલાલ કેશવજીભાઈ બાંભણીયા (27)હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 9 એજી 8050 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મહીકા ગામથી આગળ ગારીડા ગામ તરફ જવાના રસ્તા ઉપર નેશનલ હાઈવે ઉપરથી તેઓના પિતા કેશવજીભાઈ બાંભણીયા પોતાનું બાઈક નંબર જીજે 2 8735 લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન અલ્ટો ગાડીના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને બંને પગમાં ફ્રેક્ચર તથા માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તેઓનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને અલ્ટો ગાડીનો ચાલક સ્થળ ઉપરથી નાસી ગયેલ હતો જેથી હાલમાં મૃતક આધેડના દીકરાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા નીતાબેન નરસીભાઈ તથા બાબુભાઈ કરસનભાઈ વાઘેલા રીક્ષામાં બેસીને ટંકારાના લતીપર રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન રિક્ષાને આઇસરના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં નીતાબેન અને બાબુભાઈને ઇજાઓ થઈ હોવાથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા

મોરબીના રવાપર ગામે રહેતા દીપકભાઈ દેવજીભાઈ વીરપરિયા (43) નામના યુવાનને ટંકારાના મિતાણા પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી જતાં સારવારમાં

હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા રેખાબેન મહેસૂરભાઈ સિંગ (20) નામના મહિલાને પરેશભાઈ આહીરની વાડીએ સા કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે જેતપર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News