મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં સેન્ટીંગનું કામ કરતા સમયે ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત: ટંકારામાં આધેડે ઘરની અંદર કર્યો આપઘાત


SHARE







વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં સેન્ટીંગનું કામ કરતા સમયે ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત: ટંકારામાં આધેડે ઘરની અંદર કર્યો આપઘાત

વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ કારખાનામાં સેન્ટીંગનું કામ કરતા સમયે પહેલા માળ ઉપરથી નીચે પટકાતા મોરબીના યુવાનનું મોત નીપજ્યું છે જ્યારે ટંકારામાં રહેતા આધેડે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેમનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી હતી

મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ બુટાની વાડી ખાતે રહેતા જગદીશભાઈ સવજીભાઈ પરમાર (39) નામનો યુવાન વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સ્ટોન કારખાનામાં સેન્ટિંગનું કામ કરતો હતો ત્યારે પહેલા માળ ઉપરથી નીચે પટકાતા યુવાનને શરીરે ઇજાઓ થઈ હતી અને ગંભીર જાઓ થઈ હોવાથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ટંકારાના સો વારીયા ગુલાબ પેટ્રોલ પંપની સામે રહેતા રાજુભાઈ દિનેશભાઈ વિકાણી (50એ પોતે પોતાના ઘરની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી આધેડનું મોત નીપજ્યું હતું આ બનાવની તેઓના દીકરા આકાશભાઈ રાજુભાઈ વિકાણી (25) રહે. સોવારિયા ગુલાબ પેટ્રોલ પંપ પાછળ ટંકારા વાળાએ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. #morbi






Latest News