મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામનો બનાવ: મૈત્રી કરાર કરનાર યુગલે ઝેરી દવા પી લેતા યુવતીનું સારવારમાં મોત


SHARE









હળવદના રણમલપુર ગામનો બનાવ: મૈત્રી કરાર કરનાર યુગલે ઝેરી દવા પી લેતા યુવતીનું સારવારમાં મોત

કચ્છના રાપર ગામે રહેતી યુવતીએ જે યુવાનની સાથે મૈત્રી કરાર કરેલ હતા તેની સાથે રહેતી હતી અને તે યુવતીને તેનો ભાઈ અને પરિવારજનો લેવા માટે આવે છે તેવી બીક અને ભય હતો જેથી કરીને યુવતી અને યુવાને હળવદના રણમલપુર ગામની સીમમાં ઝેરી દવા પી લીધી હતી જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજ્યું હોય આ બનાવની મૃતક યુવતીના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મૂળ પાટણ જિલ્લાના બામરોલી ગામના રહેવાસી અને હાલમાં કચ્છ જિલ્લાના રાપર ખાતે પ્રાગપર ચોકડી પાસે મારુતિ શોરૂમની પાછળના ભાગમાં આવેલ શાકમાર્કેટ સામે છાપરામાં રહેતા શોભનાબેન હસનભાઈ મદારી (23) તથા માલદેવભાઈ ભુપતભાઈ પલાર (23) રહે.કવાડિયા હળવદ બંનેએ રણમલપુર ગામની સીમમાં ઝેરી દવા પી લીધી હતી. જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન શોભાબેનનું મોત નીપજ્યું હોય આ બનાવ અંગેની મૃતક યુવતીના ભાઈ સૌરભ હસનભાઈ મદારી (27) રહેપ્રાગપર ચોકડી પાસે રાપર કચ્છ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે શોભાબેનએ માલદેવભાઈ સાથે ભાગીને મૈત્રી કરાર કરેલ છે અને તેઓ બંને સાથે રહેતા હોય શોભાબેનને તેના ભાઈ અને પરિવારના સભ્યો લેવા માટે આવે છે તેવી બીક હતી.જેથી કરીને શોભાબેન અને માલદેવભાઈ બંનેએ પોતે પોતાની જાતે તા.8/7 ના રોજ ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી અને બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જે બનાવમાં શોભાબેનનું મોત નીપજ્યું છે

ફિનાઇલ પી લીધું

વાંકાનેરમાં અમરસિંહ હાઇસ્કુલ પાસે નવીનભાઈ પ્રવીણભાઈ મજેઠીયા (26) નામના યુવાને કોઈ કારણોસર ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News