મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ડુંગરપુર ગામે પ્રેમ લગ્ન કરનાર બહેનને ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી


SHARE









હળવદના ડુંગરપુર ગામે પ્રેમ લગ્ન કરનાર બહેનને ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના પીપળી ગામ પાસે આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતી પરણીતાએ પ્રેમ લગ્ન કરેલા હોય તે પોતાના વતન ડુંગરપુર ગામે તેના પતિ સાથે કારમાં ગઈ હતી ત્યારે પરણીતાના ભાઈએ તેને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ હળવદ તાલુકાના ડુંગરપુર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના પીપળી ગામ પાસે આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા લતાબેન અનિલભાઈ આકરીયા (27)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશ્વિન હનુભાઈ વિઠલાપરા રહે. ડુંગરપુર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓએ સાતેક વર્ષ પહેલા અનિલભાઈ આકરિયા સાથે પ્રેમ લગ્ન કરેલ છે અને તે બાબતનો ખાસ રાખીને તેઓના મોટાભાઈ આરોપી અશ્વિનભાઈએ તા. 9/7 ના રોજ સવારના દસેક વાગ્યાના અરસામાં ફરિયાદી તથા તેમના પતિ કાર લઈને ડુંગરપુર ગામે આવ્યા હતા ત્યારે લાકડાના ધોકો લઈને ત્યાં આવીને ફરિયાદી તથા તેના પતિને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલાના ભાઈની સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરી છે.

વૃદ્ધ સારવારમાં

વાંકાનેર તાલુકાના લૂણસર ગામે રહેતા પ્રેમજીભાઈ રતનસીભાઈ ગઢીયા (72) નામના વૃદ્ધે કોઈ કારણોસર પોતે પોતાના ઘરે અનાજમાં નાખવાની ટીકડીઓ ખાઈ લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા દાનસિંગ ગુલસિંગ નીનામા (40) નામના યુવાનને કોઈ કારણોસર ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે 




Latest News