મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના જડેશ્વર મદિરના પુજારીઓની લેન્ડ ગ્રેબીગના ગુનામાં ધરપકડ


SHARE











મોરબીના જડેશ્વર મદિરના પુજારીઓની લેન્ડ ગ્રેબીગના ગુનામાં ધરપકડ

મોરબીમાં આવેલ જડેશ્વર મદિરના બે પુજારીઓ સામે થોડા સમય પહેલા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં બંને પૂજારીઓએ આગોતરા જામીન માટેની કોર્ટે અરજી ફગાવી દેતા હાલમાં બંને આરોપી ધરપકડ કરેલ છે.

મોરબીના જડેશ્વર મદિરના રાજકોટમાં રહેતા ટ્રસ્ટી યશવંતભાઈ જોશીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, જડેશ્વર મહાદેવ મંદિરમાં પુજારી હર્ષદગીરી ગોવિંદગીરી ગોસ્વામી અને રાજુગીરી ગોવિંદગીરી ગોસ્વામીએ મંદિરમાં કબજો કરી લીધો છે અને મંદિર ઉપરાંત ત્રણ બાથરૂમપાણીનું પરબપાણીનો મોટર વાળો રૂમસીસીટીવી રૂમ ,મુખ્ય ઓફીસ સહિતની મિલકત પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે જે ફરિયાદના આધારે આરોપીઓને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં મોરબી કોર્ટમાં આરોપીઓની આગોતરા જામીન અરજી મૂકવામાં આવી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી ત્યાર બાદ પોલીસે લેન્ડ ગ્રેબીગના ગુનામાં હર્ષદગીરી ગોવિંદગીરી ગોસ્વામી અને રાજુગીરી ગોવિંદગીરી ગોસ્વામીની ધરપકડ કરેલ છે.

 “મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ






Latest News