મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

વડોદરાના પાણીગેટ વિસ્તારમાંથી અપ્હત સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી


SHARE







વડોદરાના પાણીગેટ વિસ્તારમાંથી અપ્હત સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી

મોરબી તાલુકા પોલીસે વડોદરા પોલીસની સાથે રહીને તપાસ કરતાં વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ અપહરણના ગુનામાં ભોગ બનેલી સગીરાને આરોપી સાથે મોરબી તાલુકાના પીપળીયા ગામ પાસેથી પકડી પાડવામાં સફળતા મળી હતી.

જાણવા મળતી વિગતો મુજબ વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કલમ ૩૬૩,૩૬૬ (અપહરણ) ના ગુનામાં ભોગ બનેલી સગીરા અને આરોપી અજય રતિલાલ વસાવા રહે.પાણીગેટ બાવસાવાળું ટેકરા વડોદરા બંને મોરબી તાલુકાના પીપળી ગામ નજીક હોવાની બાતમીને આધારે વડોદરા પોલીસ મોરબી આવી હતી અને અહીં સ્થાનિક પોલીસ તરીકે મોરબી તાલુકા પોલીસને સાથે રાખીને તપાસ કરતાં મોરબીના પીપળી ગામેથી અપહરણનો ભોગ બનેલી સગીરા અને આરોપી અજય રતિલાલ વસાવા રહે.પાણીગેટ વડોદરા મળી આવતાં બંનેને તપાસના કામે વડોદરા લઈ જવામાં આવ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

રાજકોટના ગોપાલનગર વિસ્તારમાં રહેતા નિલેશ કાંતિલાલ પુજારા નામના ૪૮ વર્ષીય યુવાનને રાજકોટના ઢેબર રોડ ઉપર મહેતા પેટ્રોલ પંપ નજીક બાઇક સ્લીપ થઇ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત નિલેશભાઈ પૂજારાને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના વજેપર વિસ્તારમાં રહેતાં ગંગારામભાઈ મેરૂભાઈ કોળી નામના ૬૧ વર્ષીય વૃદ્ધ સાયકલ લઈને વજેપર મેઇન રોડ ઉપરથી જતા હતા ત્યારે અચાનક કુતરૂ આડુ ઉતરતાં સાયકલમાંથી પડી જતા ગંગારામભાઈને સારવાર માટે લઈ જવાયા હતા.

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

મોરબીના ખાણ ખનીજ સુપરવાઇઝર જી.કે.ચંદારાણા તથા સ્ટાફે ગત મોડીરાત્રીના વાહન નંબર આરજે ૩૯ જીએ ૬૭૪૭ તથા વાહનના ડ્રાઇવર પ્રેમસિંહ રઘુવીરસિંહ રાઠોડ રહે.અનેસરીયા તા.લાડનો જી.નાગોર રાજસ્થાનને અટકાવ્યા હતા અને તેઓને પાસેથી ખનીજ પરીવહનના કાગળો માંગ્યા હતા જે ન હોય અને રોયલ્ટી ભર્યા વગર ખનીજ પરિવહન કરવામાં આવતું હોય દંડ વસૂલવા માટે પ્રેમસિંહ રાઠોડને પકડીને વાહનને જપ્ત કરીને દંડ વસૂલવા માટે વાહન બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળેલ છે.




Latest News