મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે યુવતી અને લક્ષ્મીનગર ગામે મહિલાએ દવા પી લેતા સારવારમાં


SHARE







મોરબીના રંગપર ગામે યુવતી અને લક્ષ્મીનગર ગામે મહિલાએ દવા પી લેતા સારવારમાં

મોરબીના રંગપર (બેલા) ગામ પાસે આવેલ કારખાનામાં રહેતી અને મૂળ સુરેન્દ્રનગરની યુવતીએ કોઈ ફિનાઈલ પી લેતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા મહિલાએ ઝેરી દવા પી લેતા તેણીને સારવારમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલ રંગપર (બેલા) ગામે આવેલ વોટેરો સેનેટરી નામના કારખાના લેબર કવાટરમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના ચોટીલામાં શાસ્ત્રીનગર મેઇન રોડ વિસ્તારમાં રહેતા પરિવારની વિશાખાબેન કિશોરભાઈ રામજીભાઈ ચૌહાણ નામની ૧૯ વર્ષીય યુવતીએ તેના કવાટરમાં ફીનાઇલ પી લીધું હતું જેથી તેને સારવારમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ તપાસ કરતાં ખૂલ્યું હતું કે જમવાનું મોડુ બનાવ્યું હોય તે બાબતે તેના ભાઈએ સામાન્ય ઠપકો આપ્યો હતો તે વાતનું મનમાં લાગી આવતા વિશાખાબેન ચૌહાણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું..! જ્યારે મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામે રમેશભાઈ પટેલની વાડીએ રહીને મજૂરીકામ કરતાં લક્ષ્મીબેન કનુભાઈ નાઇ નામની ૨૨ વર્ષીય વિધવા મહિલાએ ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ પ્રાથમિક તપાસ કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

ગાંધીધામ (કચ્છ)ના રહેવાસી ગીરીશભાઈ પ્રધાનભાઈ લાલચંદન નામના ૫૪ વર્ષીય આધેડને મોરબીની પંચાસર ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી સિવિલે સારવાર માટે લવાયા હતા જેથી મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહિલે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.જ્યારે ટંકારાના મિતાણા ડેમ નજીક બાઇક સ્લીપ થઇ જવાના બનેલ અકસ્માત બનાવમાં ગત મોડી રાત્રિના અઢી વાગ્યાના અરસામાં ઇજાઓ થઇ હોય સાગર ચીનુભાઇ મુળીયા (૨૩) રહે.કોટડાનાયાણી તાલુકો વાંકાનેર જીલ્લો મોરબીને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ હોથી પીરની દરગાહ પાસે રહેતા સલીમભાઈ કાસમભાઈ કંડીયા (૫૫) અને સીફટેન સલીમભાઈ કંડીયા (૨૨) ને ત્યાં જ રહેતા રિઝવાન નામના વ્યક્તિએ માર મારતા બંનેને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા એ ડીવીઝન પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.




Latest News