મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખની ચૂંટણી ટળી, પ્રમુખ તરીકે હરેશભાઇ બોપલીયા બીનહરીફ


SHARE







મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખની ચૂંટણી ટળી : પ્રમુખ તરીકે હરેશભાઇ બોપલીયા બીનહરીફ

મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ પદ માટે થઈને બે ઉમેદવારો ચૂંટણીના જંગમાં હતા.દરમિયાન વડીલોની સમજાવટથી અને ઉદ્યોગકારોના હિતમાં આ ચૂંટણી ન યોજાય તે માટે છેલ્લા ઘણા દિવસોથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા દરમિયાન આજે મોરબી સિરામિક ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવનારા પ્રદીપભાઈ કાવઠીયાએ પોતાનું ફોર્મ પાછું ખેંચી લેતાં ચૂંટણી હાલમાં નહી યોજાઇ અને મોરબી સિરામિક ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ પદ માટે બિન હરીફ હરેશભાઈ બોપલીયા જાહેર થયા છે 

મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવાની હતી અને જેના માટે થઈને ઉમેદવારો દ્વારા પોતાના ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં હરેશભાઈ બોપલીયા, પ્રદીપભાઈ કાવઠીયા અને ચતુરભાઈ પાડલીયા દ્વારા પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી અને થોડા દિવસો પહેલા ચતુરભાઈ પાડલીયાએ પ્રદીપભાઈ કાવઠીયાના સમર્થનમાં પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું જેથી કરીને પ્રમુખપદની ચૂંટણી માટે હરેશભાઈ બોપલીયા અને પ્રદીપભાઈ કાવઠીયા બે ચુંટણીના મેદાનમાં હતા અને આગામી સોમવારે મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવાની હતી જોકે સિરામિક એસોસિએશનના હોદ્દેદારો તેમજ સિરામિક ઉદ્યોગના વાડીલો દ્વારા ઉદ્યોગના હિતમાં ચૂંટણી ન યોજાય તેના માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા અને હંમેશની જેમ આ સર્વાનુમતે પ્રમુખની વરણી થાય તેવી લાગણી હતી જેથી કરીને બંને ઉમેદવારને સમજાવવા માટેના પ્રયત્નો ચાલુ હતા દરમિયાન પ્રદીપભાઈ કાવઠીયા એ પોતાનું ઉમેદવારી પત્ર પાછુ ખેંચી લીધેલ છે જેથી કરીને હાલમાં મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ પદ માટે હરેશભાઈ બોપલીયા બિનહરીફ જાહેર થયા છે




Latest News