ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વર્ષોથી ટેકસરૂપે સરકારની તિજોરી છલકાવતાં મોરબીના સિરામિક ઉદ્યોગને ૪૦૦ કરોડના ખર્ચે સિરામિક પાર્ક મળતા ઉદ્યોગકારો ખુશખુશાલ


SHARE













વર્ષોથી ટેકસરૂપે સરકારની તિજોરી છલકાવતાં મોરબીના સિરામિક ઉદ્યોગને ૪૦૦ કરોડના ખર્ચે સિરામિક પાર્ક મળતા ઉદ્યોગકારો ખુશખુશાલ

મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધા સહિતની માંગણીઓ સરકારમાં કરવામાં આવી રહી હતી દરમિયાન આજે ગુજરાત રાજ્ય સરકારનું  નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.તેમાં મોરબીના સિરામિક ઝોનની અંદર ઇન્ટરનેશનલ કક્ષાનો સિરામિક પાર્ક બનાવવા માટે સરકાર દ્રારા ૪૦૦ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.જેથી કરીને સીરામીક એસોસિએશન દ્વારા હાલમાં સરકારનો આ બદલ આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને ખુશીની લાગણી ઉદ્યોગકારો દ્રારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વકક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલો છે અને અહીંથી સિરામિક ટાઇલ્સને દેશના દરેક ખૂણામાં તેમજ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતી હોય છે ત્યારે  દેશના જુદા-જુદા રાજયોમાંથી તેમજ ઇન્ટરનેશનલ ગ્રાહકો મોરબી આવતા હોય છે.પરંતુ બસ સ્ટેશન કે શહેરના મુખ્ય માર્ગમાંથી જ્યારે ખરીદનાર ઉદ્યોગપતિના કારખાના સુધી પહોંચે તે દરમિયાન તે ખરીદનાર મોરબી શહેરની ગંદકી, તૂટેલા ગાબડાયુકત રોડ અને મગરમચ્છની પીઠ જેવા ઉબડખાબડ રસ્તાઓ તેમજ ધૂળની ઉડતી ડમરીઓ જ જોવા મળતી હતી જેથી કરીને આ સમગ્ર સમસ્યાઓના નિરાકરણ માટે સિરામીક એસોસીએશન તેમજ ઉદ્યોગકારો દ્વારા ઘણા સમયથી સરકાર પાસે પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરવામાં આવે તેમજ રોડ-રસ્તા સહીતનું સ્થાનીક ઇન્ફ્રાસ્ટ્રકચર સુધારવામાં આવે તેવી માગણી સરકારમાં કરવામાં આવી રહી હતી.કારણ કે સીરામીક સીટી તરીકે દુનીયાભરમાં ઓળખ ધરાવતા મોરબી સિટીમાં ભારતના અન્ય રાજયોના જ નહીં પણ દુનીયાના અન્ય દેશોના લોકો પણ મોરબી આવતા હોય મોરબીની આબરૂ ખરડાઈ ગઈ હતી જેથી કરીને અહીંની પ્રાથમિક સુવિધામાં વધારો કરવામાં આવે તેવી માંગણી છેલ્લા ઘણા વર્ષોથી મોરબી સિરામીક એસોસીએશન દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવી હતી. દરમિયાન ચાલુ વર્ષે નાણાકીય બજેટ રજૂ કરવામાં આવ્યુ છે તેમાં જુદી જુદી અનેક લોક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવા માટે આયોજન કરવામાં આવ્યુ છે જેના ભાગરૂપે મોરબી સીરામીક ઝોન માટે ૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે "ઈન્ટરનેશનલ કક્ષાનો સિરામિક પાર્ક" બનાવવા માટેનું કામ મંજુર કરેલ છે અને તે અંતર્ગત મોરબીમાં સિરામિક માટે રિસર્ચ સેન્ટર પણ બનશે તેની સાથોસાથ રોડ-રસ્તા અને અન્ય સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે. જેથી કરીને વર્ષો જૂની માંગણી સંતોષાતા મોરબીના સિરામિક એસોસિએશનના હોદ્દેદારો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ મંત્રી કનુભાઇ દેસાઇનો આભાર વ્યક્ત કર્યો છે અને વહેલી તકે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લાગણી મુકેશભાઇ કુંડારીયા (પ્રમુખ મોરબી સિરામિક વિટ્રીફાઇડ ટાઇલ્સ), વિનોદભાઇ ભાડજા (પ્રમુખ મોરબી સિરામિક ફલોર ટાઇલ્સ), કિરીટભાઈ ઓગણજા (પ્રમુખ સેનેટરીવેર એસોસીએશન) તેમજ નરેન્દ્રભાઈ સંઘાત, હરેશભાઈ બોપલીયા, નિલેશભાઇ જેતપરીયા અને મુકેશભાઈ ઉઘરેજા સહિતના ઉદ્યોગકારો દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે.






Latest News