મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા સૂત્ર પ્રદર્શન રેલી યોજાઇ


SHARE







મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા સૂત્ર પ્રદર્શન રેલી યોજાઇ

મોરબીમાં સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આરોગ્ય અને સ્વચ્છતા સંદર્ભે એક સૂત્રાત્મક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીમાં આયોજનબદ્ધ મર્યાદિત સંખ્યામાં સ્વયંસેવકોને જોડવામાં આવેલ હતા તેમજ કાયદા મુજબ જાહેરમાં માસ્ક પહેરવું હજુ અનિવાર્ય હોય સૂત્રોચારને બદલે સૂત્ર પ્રદર્શન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો ઉદ્દેશ સૂત્રો દ્વારા આરોગ્ય અને સ્વચ્છતા સંદર્ભની જાગૃતિ કેળવવાનો હતો એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવેલ સૂત્રોનું પ્રદર્શન રેલી દ્વારા મુખ્ય પોઇન્ટ પર કરવામાં આવ્યું હતું આ રેલી દરબાર ગઢથી શરૂ થઈને ગ્રીન ચોક, નહેરુ ગેટ, શાકમાર્કેટ, ગાંધી ચોક, રામચોક, જુના બસ સ્ટેશન, ત્રિકોણ બાગ, વીસી ફાટક, મણીમંદિર, નટરાજ થઈને સામાકાંઠે હાઉસિંગ બોર્ડ એટલે કે સાડા ચાર કિલોમીટર સુધી ચાલેલી હતી આ રેલીમાં બાર બહેનો અને ત્રણ ભાઈઓ જોડાયેલ હતા અને પ્રિન્સિપાલની અનુમતીથી રેલીનું સમગ્ર આયોજન અને નેતૃત્વ એન.એસ.એસ. વિભાગ દ્વારા પ્રોગ્રામ ઓફીસર ડો. રામ વારોતરીયાએ કરેલ હતું




Latest News